________________
ગાથા : ૮૦
પાંચમો કર્મગ્રંથ
૩૩૯
અંતરાય આદિ ત્રણ કર્મો કરતાં મોહનીયકર્મમાં દલિકોનો વધારે ભાગ આપે છે. કારણ કે મોહનીયકર્મની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી પૂર્વના ત્રણ કર્મો કરતાં અધિક છે તથા મોહનીયકર્મ કરતાં પણ વેદનીય કર્મને સૌથી વધારે કર્મદલિકો આપે છે. જો કે વેદનીય કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. તેથી મોહનીયકર્મથી જૂન છે તો પણ દલિકોનું ભાગદાન મોહનીયથી વેદનીયકર્મને વધારે જ કરે છે. કારણ કે તે વેદનીયકર્મનો એવો સ્વભાવ જ છે કે ઓછાં દલિકો હોતે છતે પોતાનો વિપાક સ્પષ્ટપણે જણાવી શકે નહીં. જેમ અફીણ અથવા વિષ અલ્પમાત્રાવાળું હોય તો પણ મૃત્યુ આપવા રૂપે સ્વકાર્ય કરી શકે છે પરંતુ માટીનાં ઢેફાં આરોગીને મૃત્યુ રૂપ કાર્ય કરવું હોય તો તે ઘણા પ્રમાણમાં જોઇએ તથા અશન, પાન અને ખાદિમનું ભોજન બહુ પ્રમાણમાં હોય તો સંતોષ આપવા રૂપ સ્વકાર્ય કરી શકે છે. પરંતુ સ્વાદિમનું ભોજન અલ્પ પ્રમાણમાં હોય તો પણ સંતોષ આપવા રૂપ સ્વકાર્ય કરી શકે છે. તેમ અહીં સમજવું.
પ્રશ્ન-આયુષ્યકર્મની સ્થિતિ ૩૩ સાગરોપમ જ છે. પરંતુ કોડાકોડી નથી. અને નામ-ગોત્રની સ્થિતિ ૨૦કોડાકોડી સાગરોપમ છે. એટલે આયુષ્યકર્મ કરતાં સંખ્યાતગુણી સ્થિતિ છે. અને સ્થિતિને અનુસારે ભાગદાન થાય છે એમ કહો છો. તો આયુષ્યકર્મ કરતાં નામ-ગોત્રકર્મને સંખ્યાતગુણ અધિક ભાગદાન થવું જોઈએ. માત્ર વિશેષાધિક જ (કંઈક જ અધિક) શા માટે?
ઉત્તર-પ્રશ્ન બરાબર છે પરંતુ નામકર્મની અને ગોત્રકર્મની સર્વે પણ પ્રકૃતિઓનો ઉદય આયુષ્યકર્મના ઉદયને આધીન છે. નામકર્મ અને ગોત્રકર્મની બધી જ પ્રકૃતિઓ સત્તામાં હોવા છતાં પણ જેવું આયુષ્યકર્મ ઉદયમાં આવે છે. તેને અનુસારે જ નામ-ગોત્રની પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. આ પ્રમાણે આયુષ્યકર્મ પ્રધાન (ઘરના સ્તંભ સમાન) હોવાથી તેને એટલું બધું ઘણું દલીક આપે છે કે જેથી નામ-ગોત્રનું દલિક તેના કરતાં સંખ્યાતગુણ થતું નથી. પરંતુ વિશેષાધિક જ થાય છે. જેમ બંધાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org