________________
૩૩૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૦
માંહોમાંહે સમાન ભાગદાન કરે છે. (અહીં કેટલાક પ્રશ્નો વિચારવા જેવા છે. તે સર્વે પ્રશ્નો આ અલ્પબદુત્વ સમાપ્ત થયા પછી હવે પછીની ૮૦મી ગાથામાં વિચારીશું) ૭લા विग्घावरणे मोहे, सव्वोवरि वेयणीय जेणप्पे। तस्स फुडत्तं न हवइ, ठिइविसेसेण सेसाणं ॥८०॥ (विग्घावरणयोर्मोहे सर्वोपरि वेदनीये येनाल्पे। तस्य स्फुटत्वं न भवति स्थितिविशेषेण शेषाणाम्॥ ८० ॥)
વિપાવર=અંતરાય અને બે આવરણીયકર્મોમાં, મોટું = મોહનીયકર્મમાં, સવ્યોવરિ=સર્વથી અધિક, વેયયનવેદનીયકર્મમાં, નેor=જે કારણથી, મખે=અલ્પદલિક હોય તો, તeતે વેદનીયકર્મનો, પુરુદત્ત=સ્પષ્ટ અનુભવ, નવ=થતો નથી, વિલેપા=સ્થિતિ વિશેષ પ્રમાણે, સેસાણા=બાકીના સર્વેકર્મોનું. ૮૦ના
ગાથાર્થ - અંતરાયકર્મ અને જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય એમ કુલ ત્રણ કર્મમાં વિશેષાધિક અને પરસ્પર સમાન, તેનાથી મોહનીયમાં અધિક તથા સર્વથી અધિક ભાગદાન વેદનીયમાં કરે છે. કારણ કે અલ્પ દલિક હોતે છતે તે વેદનીય કર્મનો સ્પષ્ટ અનુભવ થતો નથી. બાકીના કર્મોમાં દલિકોની (ભાગની) વહેંચણી સ્થિતિને અનુસાર કરે છે. શાળા
વિવેચન - નામ-ગોત્રકર્મની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે અને અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ તથા દર્શનાવરણીયકર્મ આ ત્રણ કર્મોની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની છે. તેથી આ ત્રણ કર્મોની સ્થિતિ પૂર્વેના બે કર્મો કરતાં અધિક હોવાથી અધિક ભાગદાન કરે છે. તથા ત્રણે કર્મોની સ્થિતિ પરસ્પર સમાન છે. તેથી ત્રણે કર્મોને સમાનપણે દલિકોનું ભાગદાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org