________________
૩૪૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૮૧
ગાયના જીવની અચિન્ય શક્તિ હોવાથી અને ઘાસના પરમાણુઓમાં વિવિધભાવે પરિણામ પામવાનો ચિત્ર-વિચિત્ર સ્વભાવ હોવાથી રૂધિર, માંસ, મળ, મૂત્ર, દૂધ અને ચરબી આદિ અનેક પ્રકારના કાર્ય રૂપે પરિણામ પામે છે. તેમ અહીં પણ સમજવું.
ઈન્દ્રધનુષ્ય, વીજળી અને વાદળ આદિના પરમાણુઓનો જીવના ગ્રહણ વિના પણ વિચિત્રભાવે પરિણામ પામવાનો સ્વભાવ દેખાય છે. તો પછી જીવ વડે ગ્રહણ કરાયેલા પુદ્ગલોમાં તો જીવની પણ અચિન્ત શક્તિ કામ કરતી હોવાથી ચિત્ર-વિચિત્રપણે પુદ્ગલ પરિણમન સંભવી શકે છે.
તથા એક સમયમાં એક જીવનો અધ્યવસાય એક જ હોય છે. એમ કહ્યું, તે પણ સ્થૂલવ્યવહારનયથી જાણવું, પરમાર્થથી તો એક જીવના એક સમયના એક અધ્યવસાયમાં પણ અનેકવિધકારણતા રહેલી હોય છે. જેમ દવાનો ડોઝ ૧ હોવા છતાં તેમાં ઘણી જુદી જુદી દવાઓની માત્રા હોય છે. અનેક દવાઓની માત્રાઓથી એક ડોઝ બને છે. તેમ અહીં પણ જીવ અને સમય એક હોવાથી અધ્યવસાય એક છે એમ લાગે છે. પરંતુ તે એક અધ્વસાયમાં ક્રોધાદિ ચારે કષાયોમાંના કોઈ એક કષાયની, કૃષ્ણાદિ છ લેશ્યામાંની કોઈ એક વેશ્યાની, મન વચન કાયાના યોગોમાંથી કોઈ યોગની, મિથ્યાત્વની, પ્રમાદની એમ અનેક પ્રકારની અનેક માત્રાઓ ભરેલી હોય છે. આવા પ્રકારના અનેક બંધ હેતુઓની માત્રાથી મળીને એક અધ્યવસાયસ્થાન થાય છે. તેથી આ અધ્યવસાય સ્થાનનો સ્વામી જીવદ્રવ્ય એક હોવાથી એક કહેવાય છે. પરંતુ અનેક બંધહેતુઓની અનેક માત્રાઓનું બનેલું હોવાથી તેમાં અનેકાત્મકપણું પણ છે જ. આ રીતે અધ્યવસાયસ્થાન તેની અંદર ભળેલી માત્રાઓના કારણે અનેકાત્મક પણ છે તેથી તજ્જન્ય કર્મબંધ રૂપ કાર્ય પણ અનેકવિધ ઘટે છે. પાટવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org