________________
ગાથા : ૭પ
પાંચમો કર્મગ્રંથ
૩૧૯
ઔ.ગ્રહણ પ્રા.જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ ઉમેરતાં જે આંક થાય તેટલા પ્રદેશોવાળા સ્કંધોનો જે સમુદાય તે ઔ.ગ્રાપ્રા. ઉત્કૃષ્ટ વર્ગણા જાણવી. જેમ કે અસત્કલ્પનાએ ઔ.ગ્રા.પ્રા.જઘન્યવર્ગણા ૧૦૦૦ પ્રદેશોના સ્કંધવાળી છે. તેનો અનંતમો ભાગ એટલે ૧૦૦ સમજીએ તો ૧૦૦૧થી ૧૦૯૯ પ્રદેશોવાળા સ્કંધોની જે વર્ગણા તે મધ્યમ અને 1000 + ૧૦૦ (એટલે અનંતમો ભાગ) =૧૧૦૦ પ્રદેશોવાળા સ્કંધોની જે વર્ગણા તે ઓ..પ્રા.ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે.
ઔ.ગ્ર પ્રા. ઉત્કૃષ્ટવર્ગણાથી (અસત્કલ્પનાએ ૧૧૦૦ થી)એક અધિક પ્રદેશવાળા સ્કંધોનો જે સમુદાય તે ઔ.અગ્રહણ પ્રા. જઘન્ય વગણા કહેવાય છે. કારણકે તે સ્કંધો ઔદારિકશરીરની રચના કરવા માટે જેટલા પ્રદેશોવાળા સ્કંધો જોઇએ તેના કરતાં અધિક પ્રદેશોવાળા છે અને વધારે સૂક્ષ્મપરિણામ છે. તથા વૈક્રિયશરીરની રચના કરવા માટે જેટલા પ્રદેશોવાળા સ્કંધો જોઇએ તેના કરતાં હીન પ્રદેશોવાળા સ્કંધો અને સ્થૂલપરિણામ છે. આ પ્રમાણે આગળ આવનારી વર્ગણાઓમાં પણ સમજવું.
ઔ.ગ્ર.પ્રા. ઉત્કૃષ્ટવર્ગણાથી બે અધિક (૧૧૦૨) પ્રદેશોવાળા જે સ્કંધો હોય, તેઓનો સમુદાય તે ઔ.અગ્ર. પ્રા. બીજી વર્ગણા. આ પ્રમાણે ત્રણ અધિક, ચાર અધિક, અને પાંચ અધિક ઇત્યાદિ અનંત અધિક પ્રદેશોવાળા જે જે સ્કંધો હોય, તે સર્વે સ્કંધોની ઔ.અગ્રહણ પ્રા. મધ્યમ વર્ગણા જાણવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન આવે ત્યાં સુધી.
પ્રશ્ન - ઓ.અગ્ર પ્રા. ઉત્કૃષ્ટ વર્ગણા ક્યારે થાય?
ઉત્તર-ઓ. અગ્રહણ પ્રા.જઘન્યવર્ગણાના સ્કંધોમાં પ્રદેશોની જે સંખ્યા છે. તેમાં અનંતા પ્રદેશોની સંખ્યા ઉમેરીએ અને જેટલા થાય. તેટલા પ્રદેશોવાળા સ્કંધોનો જે સમુદાય તે ઔ.અગ્ર પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા જાણવી.
પ્રશ્ન - ઔ.અગ્ર.પ્રાયોગ્ય જઘન્યવર્ગણામાંથી ઉત્કૃષ્ટવર્ગણા કરવા માટે અનંતાનો જે આંક ઉમેરીને ઉત્કૃષ્ટવર્ગણા કરવામાં આવી. તે અનંતાનું કંઈ માપ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org