________________
ગાથા : ૭૬
પાંચમો કર્મગ્રંથ
૩૨૩
સ્કંધમાં જેટલા પ્રદેશો છે. તે આંકને અભવ્યથી અનંતગુણના આંક વડે, અથવા સિદ્ધના અનંતમા ભાગના આંક વડે ગુણતાં જે આંક થાય. તેટલા પ્રદેશોવાળી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા જાણવી. આ જ કર્મગ્રંથની ૭૭મી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે તિલુક્ત મવતિ નિર્માનિનजघन्याग्रहणवर्गणैकस्कन्धे ये परमाणवस्तेऽभव्यराशिप्रमाणेनानन्तकेन गुणिता यावन्तो भवन्ति तावत्योऽग्रहणवर्गणा एकैकपरमाणुवृद्धा अन्तरेषु मन्तव्याः । તથા વિવેદિયા સિદ્ધાતંસા અંતરેહુ ના ગાથા ૭૭મીમાં પણ આજ વાત કહી છે તેથી સર્વે વર્ગણાઓમાં ગ્રહણપ્રાયોગ્યમાં પોતાનો અનન્તમો ભાગ અને અગ્રહણ પ્રાયોગ્યમાં અભવ્યથી અનંતગુણના આંક વડે ગુણાકાર કરવાથી ઉત્કૃષ્ટવર્ગણા થાય છે. હવે ઉપરોક્ત વૈક્રિયાદિ વર્ગણા સમજાવે છે.
દારિક અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણાથી એક પ્રદેશની અધિકતાવાળા સ્કંધોનો સમુદાય તે વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા થાય છે. તથા બે ત્રણ ચાર પાંચ ઇત્યાદિ અધિક પ્રદેશોવાળા સ્કંધોના સમૂહાત્મક વૈક્રિયગ્રહણ પ્રાયોગ્ય મધ્યમ વર્ગણા જાણવી. યાવત્ વૈ.ગ્રા.પા.ઉત્કૃષ્ટ વર્ગણા આવે. વૈ.ગ્ર.પ્રા. જઘન્ય વર્ગણાના એક સ્કંધમાં જે પ્રદેશરાશિ છે. તેમાં તેનો અનંતનો ભાગ ઉમેરવાથી જે આંક થાય તેટલા પ્રદેશોવાળા સ્કંધોની વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણ થાય છે.
વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક અધિક પ્રદેશના બનેલા અનંતા સ્કંધોની જે વર્ગણા તે વૈક્રિય શરીરની રચનામાં જોઈતા પ્રદેશો કરતાં અધિક પ્રદેશો હોવાથી અને સૂક્ષ્મ પરિણામ હોવાથી વૈક્રિયને અગ્રહણ પ્રાયોગ્ય પ્રથમ વર્ગણા કહેવાય છે. તેનાથી એક-બે-ત્રણ આદિ અધિક પ્રદેશોવાળા સ્કંધોની વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય મધ્યમ વર્ગણા અનંતી જાણવી એમ કરતાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગ તુલ્ય પ્રદેશોના આંક વડે ગુણતાં વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવર્ગણા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org