________________
પાંચમો કર્મગ્રંથ
મેવ=આ જ પ્રમાણે, વિકાહારતેવમાસાજુપાળમામે= વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કાર્યણવર્ગણા પણ જાણવી. સુન્નુમા મ્મા=અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ છે. ગવાહો તેની અવગાહના, ભૂળભુત અસંહંસો=ન્યૂન ન્યૂન અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ૫૭૬ા
૩૨૨
ગાથાર્થ આ જ પ્રમાણે વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કાર્પણ વર્ગણા જાણવી. તે વર્ગણાઓ અનુક્રમે સૂક્ષ્મ-સૂક્ષ્મ છે. અને ન્યૂન ન્યૂન એવા અંગુલના અસંખ્યાતમા ભાગની તેઓની અવગાહના છે. ૫૭૬ા
-
ગાથા : ૭૬
=
વિવેચન - જે પ્રમાણે ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય અને ઔદારિક અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા પૂર્વની ૭૫મી ગાથામાં સમજાવી, વમેવ એ જ પ્રમાણે “અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ છે વચમાં વચમાં જેને” એવી ગ્રહણ પ્રાયોગ્ય (૨) વૈક્રિય (૩) આહારક (૪) તૈજસ (૫) ભાષા (૬) શ્વાસોચ્છ્વાસ (૭) મન અને (૮) કાર્યણ એમ કુલ આઠ વર્ગણાઓ કહેવી. આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ અને તે આઠની વચ્ચે વચ્ચે (આંતરામાં) પોત પોતાની અગ્રહણ પ્રાયોગ્ય પણ આઠ એમ કુલ ૧૬ વર્ગણા પૂર્વે કહેલી ઔદારિક વર્ગણાની જેમ જાણવી.
Jain Education International
આઠે ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં જધન્યવર્ગણાથી ઉત્કૃષ્ટવર્ગણા પોતાના અનંતમા ભાગે અધિક જાણવી. કહ્યું છે કે સત્ય નહનુપિયા નિયાંત સાહિયા બિટ્ટા ગાથા ૭૭. એટલે કે ગ્રહણ પ્રાયોગ્ય જઘન્યવર્ગણા ના કોઇપણ એક સ્કંધમાં જેટલા પ્રદેશો હોય તેમાં તેનો પોતાનો અનંતમો ભાગ ઉમેરતાં જે આંક થાય તેટલા પ્રદેશોના બનેલા સ્કંધોવાળી ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા થાય છે. તથા આઠે અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાં જઘન્યવર્ગણાથી ઉત્કૃષ્ટવર્ગણા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગનો જે આંક છે. તે આંક વડે ગુણાયેલા પ્રદેશોવાળી છે. એટલે અગ્રહણ પ્રાયોગ્ય જઘન્યવર્ગણાના કોઈ પણ એક
For Private & Personal Use Only
www.jainelibrary.org