________________
૩૩૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૯
ટુકડા કરીએ અને એવા ટુકડા કરીએ કે જેના કેવલીની બુદ્ધિથી પણ બે ટુકડા ન થાય તેવા બુદ્ધિકલ્પિત સૂક્ષ્મ ટુકડાઓને રસાવિભાગ કહેવાય છે. ઓછામાં ઓછી શક્તિવાળા એક એક પ્રદેશમાં આવા ટુકડા (રસાવિભાગ) સર્વ જીવરાશિથી પણ અનંતગુણા હોય છે. અર્થાત્ આટલો રસ (આટલી શક્તિ) ઓછામાં ઓછા રસવાળા અણુઓમાં પણ હોય છે. તેથી સર્વ જીવરાશિથી અનંતગુણા રસાવિભાગોથી યુક્ત એવા પ્રદેશોવાળું કર્મ જીવ બાંધે છે.
(૬) મiતપસિં = અનંતા પ્રદેશોવાળા કર્મસ્કંધો આ જીવ ગ્રહણ કરે છે. પાછળ સમજાવેલી વર્ગણાઓથી સમજાશે કે કાશ્મણવર્ગણા એ આઠ ગ્રાહ્ય અને આઠ અગ્રાહ્ય વર્ગણાઓમાં અન્તિમ છે. તેમાં પહેલેથી જ (ઔદારિક વર્ગણાથી જ) અનંતા પ્રદેશોવાળા સ્કંધો તો છે જ. અને ત્યારબાદ ઘણીવાર પોતાને અનંતમો ભાગ તથા અભવ્યથી અનંતગુણાનો ગુણાકાર કરાવેલો છે. તેથી સહેજે સહેજે સમજાય તેમ છે કે આ કર્મન્ડંઘો અનંતપ્રદેશવાળા છે.
આ પ્રમાણે સંસારીજીવો પ્રતિસમયે જે કાર્મણવર્ગણાના સ્કંધો ગ્રહણ કરે છે. અને કર્મરૂપે પરિણાવે છે તે ઉપરોક્ત ૬ વિશેષણો વાળા છે. તથા હવે પછીની ગાથામાં હજુ બે વિશેષણો કહેવાના છે. વળી મહેફ નો એવું કર્તાવાચી પદ અને ક્રિયાપદવાચી પદ પણ હવે પછીની ગાથામાં છે. તેથી તે પદોની સાથે આ વિશેષણોનો સંબંધ છે. તે હવે સમજાવીશું. ૭૮ एगपएसोगाढं नियसव्वपएसओ गहेइ जिओ। थोवो आउ तदंसो, नामे गोए समो अहिओ॥७९॥ (एकप्रदेशावगाढं निजसर्वप्रदेशतो गृह्णाति जीवः । स्तोक आयुषि तदंशो नाम्नि गोत्रे च समोऽधिकः ॥७९॥)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org