________________
ગાથા : ૭૬
પાંચમો કર્મગ્રંથ
૩૨૧
વાળી જે નિકટતમવર્તી વર્ગણાઓ છે. તે ઔ.અગ્ર.પ્રા.વર્ગણાઓ કહેવાય છે. અને વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણાની નિકટતમ જે જે ઔ.અગ્ર.પ્રા.વર્ગણાઓ છે. તે વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ છે. એમ કમ્મપયડીમાં કહેલ છે. અસત્કલ્પનાએ ૧૧૦૦ના આંકવાળી ઔ.ગ્રા.પ્રા.ઉ. વર્ગણા છે. તેની નિકટતમવત ૧૧૦૧, ૧૧૦૨, ૧૧૦૩ એમ યાવત્ પ૫૧૦૦૦ સુધીની આશરે અધ વર્ગણાઓ ઔદારિક વર્ગણાઓની સમીપવર્તી હોવાથી ઔ. અગ્રહણ પ્રા. વર્ગણાઓ કહેવાય છે. અને પપ૧૦૦૧,૫૫૧૦૦૨,૫૫૧૦૦૩ થી ૧૧૦૧૦૦૦ સુધીની જે ઔદારિક અગ્રહણ પ્રાયોગ્ય પાછળની અધ વર્ગણાઓ છે. તે વૈક્રિય વર્ગણાને નિકટતમ હોવાથી વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય વણા કહેવાય છે. જેમ અમદાવાદ અને વડોદરા વચ્ચેનો ૧૦૦-૧૨૫ કીલોમીટરનો જે ક્ષેત્રવિભાગ છે. તે અમદાવાદ પણ નથી. અને વડોદરા પણ નથી. પરંતુ અમદાવાદ પાસેનો મણીનગર-વટવા વગેરે જે ક્ષેત્રો છે. તે અમદાવાદનાં ઉપનગરો અથવા અમદાવાદનો વિભાગ કહેવાય છે. અને વડોદરા પાસેનો આણંદ-વાસદ આદિ જે ક્ષેત્રો છે તે વડોદરાનો વિભાગ કહેવાય છે. તેમ અહીં વચ્ચેની એક વર્ગણાના જ બે વિભાગ કરવામાં આવ્યા છે.
ઔદારિક વર્ગણાનું નિકટપણું માનીને ઔદારિક અંગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા અને વૈક્રિયવર્ગણાનું નિકટપણે માનીને વૈક્રિય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાનું આ વિધાન છે. તાત્વિક કોઈ ભેદ નથી. આ પ્રમાણે પાછળ આવનારી વર્ગણાઓમાં પણ સમજવું. પ૭પા
આ પ્રમાણે ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય અને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ સમજાવીને હવે શેષ વક્રિય આદિ સાત વર્ગણાઓ ગ્રહણ-અગ્રહણ પ્રાયોગ્ય ગ્રંથકાર સમજાવે છે. एमेव विउव्वाहारतेयभासाणुपाणमणकम्मे । सुहमा कम्मावगाहो, ऊणूणंगुल असंखंसो ॥ ७६॥ (एवमेव वैक्रियाहारकतैजसभाषानपानमन:कार्मणाः । सूक्ष्माः क्रमेणावगाह ऊनोनांगुलासंख्यांशः ॥७६ ॥)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org