________________
૩૨૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૬
ઉત્તર- જે આંક ગ્રાહ્ય વર્ગણાઓનો છે તે આંકમાં આવેલા સ્કંધોની વર્ગણા સદા ગ્રાહ્ય વર્ગણા રૂપે જ રહે છે. અને જે આંક અગ્રાહ્ય વગણાઓનો છે. તે આંકમાં આવેલા સ્કંધોની વર્ગણા સદા અગ્રાહ્યવર્ગણા જ રહે છે. પરંતુ “પૂરણ-ગલન” થવું, “જોડાવું અને વિખેરાવું” એ પગલાસ્તિકાયદ્રવ્યનો સ્વભાવ છે. તેથી સ્કંધોમાં પ્રદેશોનું પૂરણ-ગલન થવાના કારણે અગ્રાહ્યવર્ગણા રૂપે રહેલા સ્કંધો ગ્રાહ્યવર્ગણા રૂપે પણ થાય છે. અને ગ્રાહ્યવર્ગણા રૂપે રહેલા સ્કંધો અગ્રાહ્યવર્ગણા રૂપે પણ થાય છે.
ઓ.પ્ર.પ્રા.વર્ગણાના સ્કંધોમાં અનેક પ્રદેશોનું પૂરણ થતાં તે જ કંધો (વધુ પ્રદેશોવાળા બનવાથી) વૈ..પ્રા., વૈ.અગ્ર પ્રા., આહા.ગ્રહ.પ્રા., આહા.અગ્ર.પ્રા. એમ આઠે ગ્રાહ્યવર્ગણા યોગ્ય અને આઠે અગ્રહણ પ્રાયોગ્ય પણ બને છે. તથા આઠે અગ્રાહ્ય વર્ગણાઓમાં રહેલા સ્કંધો સંસારી સર્વ જીવોએ ભૂતકાળમાં (પૂરણ-ગલન થવાથી ગ્રાહ્ય બનવાથી) ગ્રહણ કરેલા છે. તથા ઔ.ગ્રહણ-અગ્રહણ પ્રાયોગ્ય પુગલસ્કંધોમાં પૂરણ થવાથી સંસારી જીવોએ વૈક્રિયરૂપે તૈજસરૂપે, ભાષારૂપે, શ્વાસરૂપે, મન સ્વરૂપે, અને કર્મસ્વરૂપે પણ ગ્રહણ કરેલા છે. એવી જ રીતે વૈક્રિય આદિ ગ્રહણ યોગ્ય અને અગ્રહણયોગ્ય સ્કંધોને ગલન થવાથી ઔદારિક શરીરરૂપે અને પૂરણ થવાથી તૈજસ ભાષા ઇત્યાદિ રૂપે પણ સંસારી જીવોએ ગ્રહણ કરેલા છે. એમ એક એક ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાના સ્કંધોને ઔદારિક, વૈક્રિય આદિ સાત કાર્ય રૂપે ગ્રહણ કરીને અનંતીવાર મુકેલા છે. એટલે જ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્તામાં (સૂક્ષ્મ) “દ્રવ્ય પુગલપરાવર્ત” આ જીવે સંસારમાં અનંતા કર્યા છે. તે અર્થ યુક્તિથી સંગત થાય છે.
ઔદારિકશરીર રૂપે સર્વવર્ગણાઓના સ્કંધોને ગ્રહણ કરીને મુકવામાં જેટલો કાળ લાગે તેના કરતાં વૈક્રિયશરીર રૂપે સર્વસ્કંધોને ગ્રહણ કરવામાં વધારે કાળ લાગે અને તૈજસ કે કાર્મણ રૂપે સર્વ વર્ગણાઓના સ્કંધોને ગ્રહણ કરવામાં અલ્પકાળ લાગે, જેની પ્રાપ્તિ જલ્દી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org