________________
ગાથા : ૭૫
પાંચમો કર્મગ્રંથ
૩૧૭
સમૂહને વર્ગણા કહીએ તો એકેક પરમાણુઓ જે જે છુટા છુટા છે તેવા અનંતા પરમાણુઓનો સમુદાય તે સમાનજાતીય હોવાથી પ્રથમવર્ગણા કહેવાય છે. બે પ્રદેશોનો બનેલો એક સ્કંધ, તેવા અનંત કચણુકઢંધોનો જે સમુદાય તે બીજીવણા, ત્રણ પ્રદેશોનો બનેલો એક સ્કંધ, એવા અનંત વ્યણુકઢંધોનો જે સમુદાય તે ત્રીજીવર્ગણા, એવી રીતે અનંતા ચતુરણુક સ્કંધોનો જે સમુદાય તે ચોથી વર્ગણા. અનંતા પંચાણુક સ્કંધોનો જે સમુદાય તે પાંચમીવર્ગણા. આ પ્રમાણે શતાણુક સ્કંધોની સહસાણુકસ્કંધોની વર્ગણા જાણવી. એમ સંખ્યાતાણુઓ વાળા અનંતા અનંતા સ્કંધોની સંખ્યાતી વર્ગણા, અસંખ્યાતાણુઓ વાળા અનંતા અનંતા સ્કંધોની અસંખ્યાતી વર્ગણા અને અનંતાણુકવાળા અનંતા સ્કંધોના સમૂહની અનંતીવર્ગણા થાય છે. આ બધી વર્ગણાઓ ઔદારિક, વૈક્રિય આદિ શરીરો બનાવવામાં અથવા ભાષા, શ્વાસ અને ચિન્તનાત્મક કાર્યો કરવામાં જીવ વડે ગ્રહણ કરી શકાતી નથી કારણ કે જીવને પોતાનું શરીરરચનાનું અથવા શ્વાસાદિનું કાર્ય કરવામાં જેટલા પરમાણુવાળા સ્કંધોની વર્ગણા જોઇએ તેના કરતાં આ તમામ સ્કંધો અત્પરમાણુમયત્વેન = ન્યૂન પરમાણુ વાળા હોવાથી અને પૂત્રપરિમા તથા ૨ સ્થૂલ પરિમાણ હોવાથી આવા સ્કંધોવાળી વર્ગણા જીવ વડે ગ્રહણ કરવાને માટે અયોગ્ય છે.
એમ કરતાં કરતાં અભવ્યથી અનંતગુણા (અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા) પ્રદેશોના બનેલા જે સ્કંધો, તેવા અનંત સ્કંધોના સમુદાય રૂપે જે વર્ગણા છે તે વર્ગણા જીવોને ઔદારિક શરીર બનાવવા માટે ઉપયોગી છે. અહીંથી ઔદારિક શરીરને ઉચિત વર્ગણાની શરૂઆત થતી હોવાથી આ વર્ગણા ઔદારિક શરીર રૂપે ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓમાંની પ્રથમ (જઘન્ય) વર્ગણા કહેવાય છે.
તેના કરતાં એક અધિક પ્રદેશો વાળા અનંતા સ્કંધોની દારિક ગ્રહણ પ્રાયોગ્ય મધ્યમ વર્ગણા જાણવી. આ પ્રમાણે બે પ્રદેશ અધિક, ત્રણ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org