________________
૩૧૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૫
હવે પ્રદેશબંધ સમજાવાય છે. સમસ્ત એવા આ ચૌદ રજુ આત્મક લોકાકાશમાં જે એક એક છુટા પરમાણુઓ છે. તે પરમાણુઓ માંહોમાંહે પરસ્પર સમાન જાતવાળા હોવાથી (એટલે એક એક પરમાણુ પરસ્પર પરમાણપણે સદશ હોવાથી) તે એક એક પરમાણુને પ્રથમવર્ગણા કહેવાય છે. વર્ગણા શબ્દનો અર્થ જો કે સરખે સરખાનો સમૂહ એવો થાય છે. અને એવો અર્થ લઇએ તો પરમાણુઓનો સમુદાય તે વર્ગણા એવો અર્થ થાય. પરંતુ તેનો અર્થ કરવા જતાં આવા એક એક છુટા છુટા પરમાણુઓ ચૌદ રજુ આત્મક લોકાકાશમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા હોવાથી તે વર્ગણાની (તથા તેવી જ રીતે આગળ ચણક-ચણકાદિ સ્કંધોની વર્ગણાઓની) અવગાહના સમસ્ત લોકાકાસાત્મક થઇ જાય. જ્યારે આગળ આવનારી ૭૬મી ગાથામાં “સુહુમાં માત્ર દો, ૩પૂત સંરઘસો' વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ કહી છે. તેથી એકેક પરમાણુને જ વર્ગણા કહેવાય છે. અને તેવી જ રીતે આગળ ચણુક, ચણક, ચતુરણુક આદિ એક એક સ્કંધને જ વર્ગણા કહેવાય છે.
પ્રશ્ન-જો એક એક પરમાણુને, એક એક ચણકન્કંધ અને ચણકન્કંધ આદિને વર્ગણા કહેશો તો ત્યાં સમૂહ અર્થ શી રીતે ઘટાવશો?
ઉત્તર- એક એક પરમાણુઓ બીજા પરમાણુઓ સાથે મળીને ભવિષ્યમાં કંધ (સમૂહ) રૂપે થવાને યોગ્ય છે એમ ભાવિની યોગ્યતા લઈને વર્ગણા કહેવાશે. અથવા એક એક પરમાણુ પણ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આદિ અનેક ભાવ પર્યાયોના સમૂહાત્મક છે. એમ સમજીને એક એક પરમાણુમાં વર્ગણા શબ્દનો વ્યવહાર કરાશે. આ પ્રમાણે અર્થ કમ્મપયડીની બંધનકરણની ૧૮મી ગાથાની ટીકામાં છે.
અથવા ૭૬મી ગાથામાં અંગુલના અસંખ્યાતમા ભાગની જે અવગાહના કહી છે તે સ્કંધની જ માત્ર છે. એમ સમજીએ અને સ્કંધોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org