________________
૩૧૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૫
सेसम्मि दुहा इगदुगणुगाइ जा अभवणंतगुणियाणू। खंधा उरलोचिय वग्गणा उ तह अगहणंतरिया ॥ ७५॥ (शेषे द्विधा, एकव्यणुकादयो यावदभव्यानन्तगुणिताणवः । स्कन्धा औदारिकोचितवर्गणास्तु तथाऽग्रहणान्तरिताः ७५ ॥)
સેમિ = બાકી રહેલા સર્વે રસબંધના પ્રકારો, દુહા=બે પ્રકારના હોય છે, રૂદ્રાકુટ્ટ=એક-બે પરમાણુ આદિવાળા, ગા=યાવત, અમgujતUાયા =અભવ્યજીવો કરતાં અનંત ગુણા અણુઓવાળા, રઘંથ= જે સ્કંધ, રત્નોવિયવ =તે ઔદારિક યોગ્ય વર્ગણા કહેવાય છે. તદ તથા, મદviતરિયા=અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે મધ્યમાં જેને એવી. ૭પા
ગાથાર્થ - બાકીના બધા રસબંધના ભાંગા બે પ્રકારે છે. એક પરમાણુ, ચણક, આદિથી પ્રારંભીને જયારે અભવ્યથી અનંતગુણા અણુઓવાળા સ્કંધો થાય છે. ત્યારે તે દારિક શરીરને ઉચિત એવી વર્ગણા થાય છે. તથા અગ્રહણપ્રાયોગ્ય વર્ગણાઓ છે અન્તરિત (મધ્યમાં) જેને એવી ( આગળ આવનારી ગાથા સાથે સંબંધ છે.) ૭પા
વિવેચન “સેમિ દુદા" રસબંધના બાકીના બધા પ્રકારો સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. મૂલકર્મમાં વેદનીયકર્મ અને નામકર્મનો અનુત્કૃષ્ટબંધ ચાર પ્રકારે છે. એમ ૭૪મી ગાથામાં કહ્યું હોવાથી તે બે મૂલકર્મનો ઉત્કૃષ્ટબંધ, જઘન્યબંધ અને અજઘન્યબંધ સાદિ અધ્રુવ રૂપે બે પ્રકારે છે. ચારઘાતી કર્મનો અજઘન્ય બંધ ત્યાં ચાર પ્રકારે કહ્યો હોવાથી તે ચારઘાતી કર્મોના બાકીના જઘન્યબંધ, ઉત્કૃષ્ટબંધ અને અનુત્કૃષ્ટબંધ સાદિઅધ્રુવ એમ બે પ્રકારે છે. ગોત્રકર્મનો જઘન્યબંધ અને ઉત્કૃષ્ટબંધ બે પ્રકારે છે અને આયુષ્યકર્મના ચારે બંધો સાદિ અધુવ એમ બે પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org