________________
ગાથા : ૭૪
પાંચમો કર્મગ્રંથ
૩૧૩
સંક્લિષ્ટતા થતાં અનુત્કૃષ્ટ રસબંધ કરે છે. ત્યારે અનુત્કૃષ્ટ રસબંધની સાદિ, વળી ફરીથી કાળાન્તરે જ્યારે આવી ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા આવે ત્યારે ઉત્કૃષ્ટ સબંધ કરે તે વખતે અનુત્કૃષ્ટ અધુવ અને ઉત્કૃષ્ટની સાદિ એમ આ સંસારચક્રમાં અનેકવાર તીવ્ર સંક્લિષ્ટતા અને મંદ સંક્લિષ્ટતા થતી હોવાથી ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એમ બન્ને પ્રકારના રસબંધ સાદિ, અધુવ સમજવા.
ઉપરોક્ત ભાંગાઓના કથનથી શેષ રહેલા એવા મૂળકર્મમાં ૧ આયુષ્યકર્મ અને ઉત્તરકર્મમાં ૭૩ અબ્દુવબંધીના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એમ ચાર પ્રકારના રસબંધના સાદિ અને અધ્રુવ એમ બે બે ભાંગા જ હોય છે. કારણ કે આ બધી ૭૩ અધુવબંધી ઉત્તર પ્રવૃતિઓ તથા આયુષ્યકર્મ અધુવબંધી જ છે. ક્યારેક બંધાય અને ક્યારેક ન બંધાય.
જ્યારે બંધાય ત્યારે પણ વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા પ્રમાણે જઘન્ય-અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એમ ચાર પ્રકારના રસબંધ યથાયોગ્યપણે કરે તેથી બધા જ ભાંગા સાદિ અધ્રુવ છે.
આ પ્રમાણે મૂળકર્મમાં ગોત્રકર્મના ૧૨, આયુષ્યકર્મના ૮, અને બાકીના ૬ કર્મોના ૧૦/૧૦ એટલે કુલ ૮૦ ભાંગા મૂલકર્મોના થાય છે. ઉત્તરકર્મોમાં ૪૩ અશુભ વબંધીનો અજઘન્ય ચાર પ્રકારે હોવાથી અને શેષ જઘન્ય ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ ૨ પ્રકારે હોવાથી ૧૦/૧૦ કુલ ૪૩૦ ભાંગા થાય છે. ૮ શુભ ધ્રુવબંધીનો અનુત્કૃષ્ટ ચાર પ્રકારે હોવાથી અને શેષ ઉત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્ય ૨ પ્રકારે હોવાથી ૧૦/૧૦ કુલ ૮૦ ભાંગા થાય છે. બાકીની ૭૩ અધુવબંધી પ્રકૃતિઓના ચારે બંધ બે બે પ્રકારના હોવાથી ૭૩૪૮૪૫૮૪ ભાંગા થાય છે. એમ ૪૩૦+૮૦+૫૮૪ =૧૦૯૪ ભાંગા ઉત્તરપ્રકૃતિના ભાંગા થાય છે. તેમાં મૂલકર્મના ૮૦ ઉમેરતાં ૧૧૭૪ ભાંગા કુલ થાય છે. પરંતુ વર્ણચતુષ્ક શુભ-અશુભ બન્નેમાં ગણેલું હોવાથી એકવાર ગણીએ અને એકવાર ન ગણીએ તો ૪૪૧૦=૪૦ ભાંગા ઓછા કરતાં કુલ ૧૧૩૪ ભાંગા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org