________________
ગાથા : ૭૪
પાંચમો કર્મગ્રંથ
૩૧૧
નારકીમાં વર્તતો અનંતર સમયે ઉપશમસમ્યક્ત પામશે એવો પ્રથમ ગુણસ્થાનકના અજ્યસમયવર્તી જીવ મૂળ ગોત્રકર્મનો (નીચ ગોત્રને આશ્રયી) અત્યન્ત વિશુદ્ધ હોવાથી જઘન્ય રસબંધ કરે છે. તે જ જીવ ઉપશમસમ્યક્ત પામે ત્યારે ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. તે કાળે સમ્યક્ત હોવાથી વિશુદ્ધિ છે તેથી ઉચ્ચગોત્રનો (પુણ્યપ્રકૃતિ હોવાથી) અધિક રસ બંધાય તે જઘન્ય (અલ્પ) રસ નથી તેથી તે સમ્યક્ત પામે અને ઉચ્ચગોત્ર બાંધે ત્યારે મૂલ ગોત્રકર્મના અજઘન્યરસબંધની સાદિ, જે જીવો ઉપશમસમ્યક્તવાળી અવસ્થા પામ્યા નથી. તથા જઘન્ય રસબંધ કરવાનો પણ વારો આવ્યો નથી તેવા અનાદિ મિથ્યાત્વી જીવને અનાદિકાળથી મૂળ ગોત્રકર્મ અજઘન્ય રસવાળું જ બંધાય છે. તેથી અજઘન્ય અનાદિ, અભવ્યને આશ્રયી ધ્રુવ અને ભવ્યને આશ્રયી અધુવ એમ ચાર ભાંગા જાણવા.
આ ગાથામાં આઠ મૂલકર્મોમાંથી વેદનીય અને નામકર્મનો અનુત્કૃષ્ટરસબંધ, ચારઘાતી મૂલકર્મોનો અજઘન્ય રસબંધ, અને ગોત્રકર્મનો અજઘન્ય તથા અનુત્કૃષ્ટરસબંધ સાદ્યાદિ ચાર પ્રકારે હોય છે. એમ સમજાવ્યું. તથા ઉત્તરપ્રકૃતિઓમાંથી ૪૭ ધ્રુવબંધીમાં ૪૩ પાપપ્રકૃતિઓનો અજઘન્ય (વર્ણચતુષ્ક બન્નેમાં ગણવાથી) અને ૮ પુણ્ય પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસબંધ ચાર પ્રકારે સમજાવ્યો. બાકીના જે કોઈ રસબંધના પ્રકારો રહ્યા. તે હવે પછીની ગાથામાં “સનિ લુહા' કહે છે તેનાથી બે પ્રકારના જ છે એમ હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી ગાથાનો છંદભંગ ન થાય તે માટે ત્યાં સમજાવશે. પરંતુ રસબંધના ભાંગાનો પ્રસંગ આ ગાથામાં ચાલતો હોવાથી સરળતા માટે અમે અહીં જ સમજાવીએ છીએ.
મૂળકર્મમાં વેદનીયકર્મ (સાતાને આશ્રયી), નામકર્મ (યશને આશ્રયી) અને ગોત્રકર્મ (ઉચ્ચગોત્રને આશ્રયી) તથા ઉત્તરપ્રકૃતિઓમાં ૪ શુભવર્ણ ચતુષ્ક અને તૈજસચતુષ્ક આ આઠ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય રસબંધ આદિ અને અધુવ એમ બે પ્રકારે હોય છે. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org