________________
૨૪૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : પ૭
પ્રતિપક્ષી હોવાથી એક બંધાય ત્યારે બીજી ન બંધાય અને બીજી બંધાય ત્યારે પહેલી ન બંધાય તેથી સામાન્યથી અબંધકાળ હોઈ શકે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાષ્ટિ હોય તથા દેવ, નરક, તિર્યંચ કે મનુષ્યનો ગમે તે ભવ હોય તો પણ સાતા-અસાતા આદિ વારાફરતી બંધાય જ છે. એટલે સમ્યકત્વાદિ ગુણપ્રત્યયિક કે દેવમનુષ્યાદિ ભવપ્રત્યયિક અબંધ કાળ કોઈ નિયત સમય સુધી થતો નથી. તેવી જ રીતે સાતા-અસાતાની જેમ બાકીની પુરુષવેદ, હાસ્યાદિ વગેરે સર્વે ચાલીસે અધુવબંધીનો પણ ગુણ કે ભવ નિમિત્તક અબંધ ન થતો હોવાથી અમુક પરિમિત નિયતકાળ સુધી અબંધ પ્રાપ્ત થતો નથી. માટે તેના અબંધકાળનું કથન ગ્રન્થકારે કર્યું નથી.'
એવી જ રીતે પૂવબંધી ૪૭ પ્રકૃતિઓ તો ધ્રુવબંધી હોવાથી સદા કાળ બંધાય જ છે. તથા જીવ સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાષ્ટિ હોય, દેવ હોય કે નરકાદિ કોઈ પણ ભવ હોય તો પણ નિયમો બંધાય જ છે તેથી તેનો પણ અબંધકાળ કહેલ નથી. ફક્ત અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને થીણદ્વિત્રિક આ આઠ યુવબંધી હોવા છતાં પણ સમ્યકત્વ ગુણ પામ્યા પછી બંધાતી નથી. અને સમ્યકત્વાવસ્થામાં વચ્ચે અંતર્મુહૂર્ત મિશ્ર આવવાથી વધુમાં વધુ બે વાર ૬૬ + ૬૬ સાગરોપમ રહી શકાય છે અને ત્યાં ગુણપ્રત્યયિક અબંધાવસ્થા મળે છે તેથી આ આઠ ધ્રુવબંધીનો ગુણનિમિત્તક ૧૩૨ સાગરોપમપ્રમાણ અબંધકાળ કહ્યો છે.
જે જે પ્રકૃતિઓનો ગુણ કે ભવ નિમિત્તક અબંધકાળ સાંપડ્યો છે તેનો જ અબંધકાળ કહ્યો છે. બાકીની પ્રકૃતિઓનો ગુણ કે ભવના કારણે અબંધકાળ નિયત ન હોવાથી જણાવ્યો નથી. પછી
૧. જો કે ધ્રુવબંધીમાં બીજા કષાયનો પાંચમે ગુણઠાણે ગયા પછી અને ત્રીજા કષાયનો છઠે-સાતમે ગયા પછી દેશોનપૂર્વક્રોડ અબંધકાળ ઘટી શકે છે. પરંતુ પૂર્વાચાર્યોએ તેની વિવક્ષા ન કરી હોવાથી અહીં કહેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org