________________
પાંચમો કર્મગ્રંથ
નારકી અને દેવો મૃત્યુ પામીને નરકમાં જતા નથી. અને (તિર્યંચો નરકમાં જાય છે. પરંતુ) તિર્યંચો જિનનામ બાંધતા નથી. તેથી દેવનારકી અને તિર્યંચોને વર્જીને મનુષ્યો જ સ્વામી તરીકે લીધા છે.
૨૯૬
જો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય તો શ્રેણિક મહારાજાની જેમ નરકમાં જાય છે. પરંતુ મિથ્યાત્વે જતા નથી. તેથી ત્યાં વધારે સંક્લિષ્ટતા સંભવતી નથી. માટે ક્ષાયિક સમ્યક્ત્વીને છોડીને સમ્યગ્દષ્ટિ (ક્ષયોપશમવાળા) કહ્યા છે.
ગાથા : ૭૨
પ્રાથમિક ઔપશમિકવાળાને જિનનામના બંધને યોગ્ય તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે. અને શ્રેણીસંબંધી ઉપશમવાળા જીવો જિનનામના બંધને યોગ્ય વિશુદ્ધિયુક્ત હોઇ શકે છે. પરંતુ બદ્ધનરકાયુષ્ય ન હોવાથી નરકગમન સંભવતું નથી તેથી ક્ષાયિક અને ઔપમિકને વર્જીને અહીં ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા નરક અને મિથ્યાત્વને અભિમુખ થયેલા જીવો જિનનામના જઘન્ય રસબંધના સ્વામી જાણવા.
એકેન્દ્રિયજાતિ અને સ્થાવર નામકર્મના જઘન્ય રસબંધના સ્વામી નારકી વિનાની શેષ ત્રણ ગતિમાં વર્તતા જીવો સમજવા. નારકીના જીવો ભવ સ્વભાવે જ એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી તેનું વર્જન કરેલ છે. બાકીની ત્રણે ગતિના જીવો એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરી શકે છે. માટે શેષ ત્રણ ગતિના જીવો સ્વામી કહ્યા છે. દેવગતિમાં ઇશાન સુધીના દેવો જ સ્વામી જાણવા. મનુષ્ય અને તિર્યંચોને જો વધારે વિશુદ્ધિ આવે તો તેઓ દેવપ્રાયોગ્ય બંધ કરે, અને દેવોને જો વધારે વિશુદ્ધિ આવે તો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે આ બન્ને પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી અતિશય વિશુદ્ધિવાળા ત્રણે ગતિના જીવો સ્વામી ન લેતાં મધ્યમ પરિણામવાળા ત્રણે ગતિના જીવો સ્વામી જાણવા. એટલે કે એકેન્દ્રિય જાતિ અને સ્થાવરનામકર્મ એક અન્તર્મુહૂર્ત સુધી બાંધીને બીજા અંતર્મુહૂર્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org