________________
ગાથા : ૭૧
પાંચમો કર્મગ્રંથ
૨૯૫
ચરમસમય આવે ત્યારે અત્યન્તવિશુદ્ધ થયેલો એવો તથા મિથ્યાત્વગુણસ્થાનકના અને મિથ્યાત્વમોહની પ્રથમ સ્થિતિના ચરમસમયે વર્તતો એવો, અને સમ્યક્તને અભિમુખ થયેલો એવો સાતમી નારકીનો જીવ આ ત્રણકર્મના જઘન્ય રસબંધનો સ્વામી જાણવો.
જિનનામકર્મનો જઘન્ય રસબંધ અવિરત જીવો કરે છે. ગાથામાં વિરત શબ્દ સામાન્ય કહ્યો હોવા છતાં અવિરતસમ્યગ્દષ્ટિ જીવ સમજવા. કારણ કે શેષ અવિરત જીવોને જિનનામનો બંધ જ હોતો નથી. આ પ્રકૃતિ શુભ છે. તેથી તેનો જઘન્ય રસબંધ સંક્લિષ્ટતાથી થાય છે. જિનનામનો બંધ ૪ થી ૮/૬ (ચોથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ) સુધીમાં જ થાય છે. તેના બંધક જીવોમાં ચોથા ગુણસ્થાનકવાળા જ વધારે સંક્લિષ્ટ કહેવાય. તેથી મૂળગાથામાં વિર્ય પદ લખીને ચોથા ગુણઠાણાવાળા જીવોને જ જઘન્યરસબંધના સ્વામી કહ્યા છે.
ચોથા ગુણઠાણામાં પણ જિનનામકર્મના બંધક જીવોમાં જેમ બને તેમ વધુ સક્લિષ્ટતા સંભવતી હોય ત્યાં જ જઘન્યરસબંધ થઈ શકે, તેથી જે જીવે પૂર્વકાળમાં મિથ્યાત્વ અવસ્થામાં નરકનું આયુષ્ય બાંધ્યું છે. અને ત્યારબાદ સમ્યગ્દષ્ટિ થયો છતો વિશુદ્ધિના વશથી જિનનામકર્મ બાંધે છે. તેવો જીવ મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે સમ્યક્તથી વમીને મિથ્યાત્વે જવાને અને મનુષ્યભવમાંથી મરીને નરકમાં ઉત્પન્ન થવાને અભિમુખ થયેલો તે જીવ સમ્યક્ત ગુણસ્થાનકના ચરમસમયે જિનનામકર્મના જઘન્યરસબંધને સ્વામી જાણવો. તેના બંધક જીવોમાં આ જ જીવ વધારે સંક્લિષ્ટ છે. માટે તે જ જીવ સ્વામી જાણવો.
જેણે મિથ્યાત્વ અવસ્થામાં નરકાયુષ્ય બાંધ્યું ન હોય અને સમ્યક્ત પામી જિનનામકર્મ બાંધે તે જીવો નરકમાં જતા નથી માટે વિદ્ધનરાયુ એવું વિશેષણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org