________________
ગાથા : ૭૨
પાંચમો કર્મગ્રંથ
૨૯૯
પ્રથમ એક અંતર્મુહૂર્ત સાતા આદિ પુણ્યપ્રકૃતિઓ બાંધીને બીજા અંતર્મુહૂર્ત અસાતા આદિ પાપપ્રકૃતિઓ બાંધે ત્યારબાદ ત્રીજા અંતર્મુહૂર્ત સાતા આદિ બાંધે એમ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સાતાદિ અને અસાતાદિ બાંધતા પરાવર્તમાન મધ્યમ પરિણામવાળા ચારગતિના પંચેન્દ્રિય એવા સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ જીવો સ્વામી જાણવા.
સાતા વેદનીય વધુમાં વધુ ૧૫ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળી અને ઓછામાં ઓછી ૧૨ મુહૂર્તની સ્થિતિવાળી બંધાય છે. અને તેની પ્રતિપક્ષી અસતાવેદનીય વધુમાં વધુ ૩૦ કોડા-કોડી સાગરોપમની અને ઓછામાં ઓછી અંતઃકોડાકોડી સાગરોપમની બંધાય છે. એટલે ૧૫ કોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિ બાંધવામાં કેવળ એકલી અસાતા જ બંધાય છે. પરાવર્તમાને બન્ને પ્રકૃતિઓ બંધાતી નથી. તથા અંત:કોડાકોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિ બાંધવામાં ૧૨ મુહૂર્તની સ્થિતિ સુધી કેવળ એકલી સાતા જ બંધાય છે. પરાવર્તમાને બન્ને પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી અંત:કોડાકોડીથી પંદર કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધવામાં બન્ને પ્રકૃતિઓ પરાવર્ત પરાવર્તે બંધાય છે. આ કાળે પ્રમત્તથી મિથ્યાદષ્ટિ સુધીમાં છ ગુણસ્થાનકોમાંથી કોઈપણ એક ગુણસ્થાનક વર્તતું હોય છે. તથા તે જીવો પરાવર્તે પરાવર્તે (શુભઅશુભ) એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓ બાંધતા હોવાથી, નથી તો અતિશય વિશુદ્ધ કે નથી તો અતિશય સંક્ષિણ, કારણ કે અતિશય વિશુદ્ધ જ હોય તો સાતા જ બંધાય. પરાવર્તમાન ન બંધાય અને જો અતિશય સંક્લિષ્ટ જ હોય તો અસાતા જ બંધાય પણ પરાવર્તમાન ન બંધાય માટે. અહીં અતિશય વિશુદ્ધ પણ નહીં અને અતિશય સંક્લિષ્ટ પણ નહીં એવા પરાવર્તમાન મધ્યમ પરિણામવાળા પ્રમત્તથી મિથ્યાત્વ સુધીના ગુણસ્થાનકવર્તી જીવો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંત:કોડાકોડીથી પંદર કોડાકોડી સુધીની સ્થિતિવાળી સાતાઅસાતાને બાંધતા હોય ત્યારે બન્ને પ્રકૃતિઓના જઘન્યરસબંધના સ્વામી જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org