________________
૩૦૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૨
એવી જ રીતે સ્થિર, શુભ, યશની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમની બંધાય છે. અને જઘન્ય સ્થિતિ યશનામકર્મની આઠ મુહૂર્તની બંધાય છે. અને સ્થિર, શુભની આઠમાના છઠ્ઠાભાગને યોગ્ય એવી અંત:કોડાકોડી સાગરોપમની બંધાય છે. તથા અસ્થિર, અશુભ અને અયશનામ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે. અને જઘન્યસ્થિતિ છઠ્ઠા ગુણઠાણાને યોગ્ય અંતઃકોડાકોડી સાગરોપમની બંધાય છે. તે કાળે પ્રમત્તથી મિથ્યાત્વ સુધીનાં છ ગુણસ્થાનકોમાંથી કોઈપણ ગુણસ્થાનક હોય છે. જો અતિશય સંક્લિષ્ટ લહીએ તો ૧૦ કોડાકોડીથી અધિક સ્થિતિવાળી અસ્થિરાદિ ત્રણ અશુભ જ બંધાય છે. અને જો અતિશય વિશુદ્ધ અપ્રમત્તાદિગુણસ્થાનકવર્તી જીવો લઈએ તો સ્થિરાદિ ત્રણ શુભ જ બંધાય છે. પરાવર્તપણે બંધ થાય નહીં તેથી પ્રમત્તથી મિથ્યાત્વ સુધીના કોઈપણ ગુણસ્થાનકમાં વર્તતા, અંત:કોડાકોડી સાગરોપમથી ૧૦ કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિવાળી અસ્થિરાદિ અને સ્થિરાદિને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્ત પરિણામે બાંધતા જીવો આ છએ પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી છે. એમ જાણવું.
ચિત્ર આ પ્રમાણે છે. ૧૨ મુહૂર્ત . જઘન્ય અંતઃકોડાકોડી
અંતઃકોડાકોડી
પરાવર્તમાનસ્થિતિ છે શુદ્ધ સાતાની સ્થિતિ સ્થિતિ |
અસાતાની સ્થિતિ
પરાવર્તમાન સ્થિતિ છે. ) અહીં સર્વત્ર જધન્ય છે
રસબંધ થાય છે. હું શુદ્ધસ્થિતિ
- ર #
સાતાની ૧૫ કોડાકોડી ને
કોડાકોડી અસાતાની
ૐ ૩૦ કોડાકોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org