________________
૩૦૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૪
હવે રસબંધના જઘન્ય-અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ બંધના સાદિ-અનાદિ વગેરે ભાંગા જણાવે છે :चउतेयवन्न वेयणीयनामणुक्कोसु सेसधुवबंधी। घाईणं अजहन्नो, गोए दुविहो इमो चउहा॥ ७४॥ चतुष्कस्य तैजसवर्णयोर्वेदनीयनाम्नोरनुत्कृष्ट श्शेषध्रुवबन्धिनीनाम्। घातिनामजघन्यो गोत्रे द्विविधोऽयं चतुर्धा ॥७४।)
ત્ર તેયવનઋતૈજસ ચતુષ્ક અને વર્ણચતુષ્કનો, વેલીયનામવેદનીય અને નામકર્મનો, અશુદો, અનુત્કૃષ્ટબંધ, તથા એસયુવઘંઘ= બાકીની ધ્રુવબંધી પ્રકૃતિઓનો અને પાછાં ચારઘાતી કર્મોનો, મનનો= અજઘન્યબંધ, ગોગોત્ર કર્મનો, વિદો રૂમો=આ બન્ને બંધ, વહીં ચાર પ્રકારે છે. ૧૭૪
ગાથાર્થ - તૈજસ અને વર્ણ ચતુષ્ક તથા મૂલકર્મમાં વેદનીય અને નામકર્મનો અનુત્કૃષ્ટ રસબંધ, બાકીની ધ્રુવબંધી અને મૂલકર્મમાં ચાર ઘાતકર્મનો અજઘન્ય રસબંધ, તથા ગોત્રકર્મનો આ બન્ને બંધ ચાર પ્રકારે હોય છે. ૭૪
વિવેચન - હવે રસબંધના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટના સાદિ-અનાદિ, ધ્રુવ અને અધ્રુવ આશ્રયી ભાંગા કહેવાય છે. ત્યાં મૂલ આઠ કર્મમાં વેદનીય કર્મમાં (સાતા વેદનીયને આશ્રયી) અને નામકર્મમાં (યશનામકર્મને આશ્રયી) બન્ને પુણ્ય પ્રકૃતિઓ હોવાથી ક્ષપકશ્રેણીમાં દશમા ગુણસ્થાનકના ચરમ સમયે અતિશય વિશુદ્ધિ હોવાથી ઉત્કૃષ્ટરસબંધ થાય છે. આવો ઉત્કૃષ્ટરસ અન્યત્ર ક્યાંય સંભવતો નથી. ઉપશમ શ્રેણીમાં ચડેલા જીવો અગિયારમા ગુણસ્થાનકે વેદનીય અને નામકર્મના કષાય પ્રત્યયિક બંધને આશ્રયી સર્વથા અબંધક છે. ત્યાંથી પડીને દસમા ગુણસ્થાનકે તે જીવ જ્યારે આવે છે. ત્યારે ક્ષપકશ્રેણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org