________________
પાંચમો કર્મગ્રંથ
સ્વામી જાણવા. જો આ દેવો કંઇક વિશુદ્ધ હોય તો પંચેન્દ્રિય તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતાં પંચેન્દ્રિયજાતિ અને ત્રસનામકર્મ બાંધે છે. પરંતુ કંઇક વિશુદ્ધિ વાળા હોવાથી જઘન્ય રસ બંધ કરતા નથી. તેથી આ બે પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામીમાં ઈશાશાન્ત દેવોનું વર્જન કરવું.
ગાથા : ૭૩
સ્ત્રીવેદ અને નપુંસકવેદના જઘન્ય રસબંધના સ્વામી ચારેગતિના મિથ્યાર્દષ્ટિ, પરંતુ તત્કાયોગ્ય વિશુદ્ધિવાળા જીવો સ્વામી જાણવા. આ બન્ને અશુભ પ્રકૃતિ છે. અશુભ હોવાથી જઘન્ય રસબંધ વિશુદ્ધિથી બંધાય છે. જો અતિશય વિશુદ્ધિ લઇએ તો સ્ત્રીવેદ નપુંસકવેદનો બંધ ઓળંગીને પુરૂષવેદનો જ બંધ કરે. તથા જો વિશુદ્ધ ન લઇએ અને સંક્લિષ્ટ પરિણામ લઇએ તો આ બે વેદો કનિષ્ટ હોવાથી બંધાય ખરા. પરંતુ સંક્લિષ્ટતા હોવાથી ઉત્કૃષ્ટરસ બંધાય અથવા મધ્યમ રસ બંધાય પરંતુ જઘન્ય રસ ન બંધાય, તેથી સંક્લિષ્ટ ન કહેતાં વિશુદ્ધ લેવા અને તે પણ તત્કાયોગ્ય વિશુદ્ધિવાળા લેવા. અતિશય વિશુદ્ધ જીવો ન લેવા.
૩૦૩
બાકીની ૨૩ પ્રકૃતિઓના જઘન્યરસબંધના સ્વામી પરાવર્તમાન મધ્યમ પરિણામવાળા મિથ્યાર્દષ્ટિ ચતુર્ગતિક જીવો જાણવા. જો સમ્યગ્દષ્ટિ જીવો સ્વામી કહીએ અને તેમાં પણ તિર્યંચ અને મનુષ્યો લઇએ તો તે દેવદ્વિક જ બાંધે. સંસ્થાન પહેલું જ બાંધે, સંઘયણ બાંધે જ નહીં, શુભવિહાયોગતિ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને ઉચ્ચગોત્ર જ બાંધે પરંતુ પ્રતિપક્ષી પ્રકૃતિઓ ન બાંધે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ દેવ-નારકી લઇએ તો મનુષ્યદ્ઘિક જ બાંધે, પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન જ બાંધે તથા વિહાયોગતિ આદિ પણ શુભ જ બાંધે, અશુભ ન બાંધે આ કારણે સમ્યગ્દષ્ટિ ચારે ગતિના જીવોમાં પરાવર્તમાન પરિણામનો અભાવ થવાથી કેવળ એકલી વિશુદ્ધિ હોય ત્યારે ઉત્કૃષ્ટરસ (અથવા મધ્યમ રસ) જ બંધાય છે. પરંતુ જઘન્યરસ બંધાતો નથી. તેથી સમ્યગ્દષ્ટિ ન કહેતાં મિથ્યાદૃષ્ટિ જીવો સ્વામી કહ્યા છે. તે સર્વેમાં પરાવર્તમાન પરિણામ આ પ્રમાણે સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org