________________
૩૦૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૭૩
તથા તુ શબ્દનો મધુ અને વડુ શબ્દની સાથે સંબંધ હોવાથી મનુષ્યદ્ધિક (મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી) અને વિહાયોગતિદ્ધિક શુભ અને અશુભ વિહાયોગતિ એમ ૪ પ્રકૃતિ તથા પંચેન્દ્રિયજાતિ ઉચ્છવાસનામકર્મ, પરાઘાતનામકર્મ, ઉચ્ચગોત્ર, વજઋષભનારાચ આદિ છ સંઘયણ, સમચતુરસ આદિ છ સંસ્થાન, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સૌભાગ્યત્રિક (સૌભાગ્ય, સુસ્વર અને આદેય), દૌર્ભાગ્યત્રિક (દૌર્ભાગ્ય, દુઃસ્વર અને અનાદેય) એમ કુલ ૪૦ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી મિથ્યાદૃષ્ટિ એવા ચારે ગતિના જીવો જાણવા.
મૂળગાથામાં “મિચ્છવડફિયા' એમ સામાન્ય કહ્યું હોવા છતાં વ્યાપધ્યાનતો વિશેષપ્રતિપત્તિપિતિ ચોથાત્ વ્યાખ્યાન કરવાથી વિશેષ બોધ થાય છે. એવો ન્યાય હોવાથી પંચેન્દ્રિયજાતિ તૈજસ કાર્પણ પ્રશસ્ત વર્ણ ગંધ રસ સ્પર્શ અગુરુલઘુ પરાઘાત ઉચ્છવાસ ત્રસ બાદર પર્યાપ્ત પ્રત્યેક નિર્માણ એમ કુલ પંદર પ્રકૃતિના સર્વોત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામ વાળા મિથ્યાષ્ટિ ચારેગતિના જીવો જઘન્ય રસબંધના સ્વામી જાણવા. કારણ કે આ પન્નર પ્રકૃતિઓ શુભ છે. સંક્લિષ્ટતાથી જઘન્ય રસબંધ થાય છે. તિર્યંચ અને મનુષ્યો અતિશય સંક્લિષ્ટ હોય ત્યારે નરકપ્રાયોગ્ય બંધ કરે છે તેમાં, તથા દેવો અને નારકી અતિશય સંક્લિષ્ટ હોય ત્યારે પ. તિર્યંચપ્રાયોગ્ય બંધ કરે છે. તેમાં ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓ અવશ્ય બંધાય જ છે. તેમાં કેટલીક ધ્રુવબંધી હોવાથી અને કેટલીક તે ભવને યોગ્ય હોવાથી ગમે તેટલી સંક્તિતા હોય તો પણ તે ૧૫ પ્રકૃતિઓનો બંધ થાય જ છે તેથી સર્વથા ઉત્કૃષ્ટસંક્લિષ્ટ એવા ચારે ગતિના જીવો આ ૧૫ પ્રકૃતિના જઘન્ય રસબંધના સ્વામી સમજવા.
પરંતુ તેમાં એટલી વિશેષતા છે કે ઈશાન સુધીના દેવો અતિશય સંક્લિષ્ટ થાય તો પંચેન્દ્રિય તિર્યંચપ્રાયોગ્ય બંધ ઓળંગીને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે છે. તે કાળે પંચેન્દ્રિય જાતિ અને ત્રાસનામકર્મ બંધાતું નથી. બાકીની ૧૩ બંધાય છે તેથી ઈશાન સુધીના દેવો ૧૩ પ્રકૃતિના જ જઘન્ય રસબંધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org