________________
ગાથા : ૭૩
પાંચમો કર્મગ્રંથ
૩૦૧
અહીં મૂળગાથામાં સો વા શબ્દ છે તેમાં સો શબ્દથી સમ્યગ્દષ્ટિ જીવો (૪-૫-૬ ગુણસ્થાનકવાળા જીવો) સમજવા, અને વા શબ્દ હોવાથી વી એટલે મિથ્યાદૃષ્ટિ આદિ (અર્થાત્ ૧-૨-૩ ગુણસ્થાનકવાળા) જીવો સમજવા. તેથી ૧થી૬ ગુણસ્થાનકવાળા પરાવર્તમાન પરિણામવાળા જીવો સ્વામી સમજવા. ૭રા
तसवन्नतेयचउमणुखगइदुगपणिंदिसासपरघुच्चं। संघयणागिइनपुथीसुभगियरति मिच्छचउगइया॥ ७३॥ (त्रसवर्णतैजसचतुष्कमनुजखगतिद्विकपञ्चेन्द्रियोच्छ्वासपराघातोच्चम् । संहननाकृतिनपुंसकस्त्रीसौभाग्येतरत्रिकं मिथ्यादृष्टयश्चतुर्गतिकाः ७३ ॥)
તસેવનથa૩==સચતુષ્ક, વર્ણચતુષ્ક અને તેજસચતુષ્ક, મહુવફા=મનુષ્યદ્ધિક,ખગતિદ્ધિકાંતિભાસંપરધુવં=પંચેન્દ્રિયજાતિ, ઉચ્છવાસ, પરાઘાત અને ઉચ્ચગોત્ર, સંથથારૂનપુથી=સંઘાણ, છે સંસ્થાન, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સુમગિયરતિ=સૌભાગ્ય અને દૌર્ભાગ્યત્રિકને જઘન્યરસબંધેમિચ્છવરૂયા=મિથ્યાષ્ટિચારગતિનાજીવો બાંધે છે.u૭૩
ગાથાર્થ-ત્રણ ચતુષ્ક, વર્ણચતુષ્ક, તૈજસચતુષ્ક, મનુષ્યદ્ધિક, ખગતિદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ઉચ્છવાસનામકર્મ, પરાઘાતનામકર્મ, અને ઉચ્ચગોત્ર તથા છ સંઘયણ, છ સંસ્થાન, નપુંસકવેદ, સ્ત્રીવેદ, સૌભાગ્યત્રિક, દૌર્ભાગ્યત્રિક, એમ કુલ ૪૦ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી મિથ્યાદષ્ટિ ચારેગતિના જીવો જાણવા. ૭૩
વિવેચન - ૩ શબ્દનો ત વન અને તેય એમ ત્રણે શબ્દોની સાથે સંબંધ હોવાથી (૧) ત્રસચતુષ્ક (ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક) (૨) વર્ણચતુષ્ક (વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ) (૩) તૈજસ ચતુષ્ક (તેજસ, કાર્મણ, અગુરુલઘુ અને નિર્માણ) એમ કુલ ૧૨ પ્રકૃતિ.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org