________________
પાંચમો કર્મગ્રંથ
અને ચતુઃસ્થાનિક હોય છે. બાકીની ૧૦૩ પ્રકૃતિઓનો રસ દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક હોય છે. ૫૬૪ા
૨૬૬
વિવેચન : બંધને આશ્રયી ૧૨૦ પ્રકૃતિઓમાંથી માત્ર ૧૭ પ્રકૃતિઓનો જ એકસ્થાનિક રસબંધ થાય છે. બાકીની ૧૦૩ પ્રકૃતિઓનો એક સ્થાનિક રસબંધ થતો જ નથી. તેનું કારણ એ છે કે એકસ્થાનિક રસબંધ થાય તેવી અત્યન્ત વિશુદ્ધિવાળા વિશુદ્ધ અધ્યવસાયો શ્રેણીમાં નવમા ગુણસ્થાનકનો કેટલોક ભાગ ગયા પછી જ આવે છે. અને ત્યાં આ સત્તર જ અશુભ પ્રકૃતિઓ બંધાય છે. બીજી બંધાતી નથી તેથી ૧૭ નો જ એકસ્થાનિક૨સબંધ સંભવે છે.
ગાથા : ૬૪
પ્રશ્ન : નવમા ગુણસ્થાનકે ૨૨ પ્રકૃતિઓનો બંધ કહ્યો છે. તેમાં સાતા, યશ અને ઉચ્ચગોત્ર ત્રણ જ પુણ્યપ્રકૃતિઓ છે. બાકીની ૧૯ અશુભ પ્રકૃતિઓ છે. તો ૧૭નો જ એકસ્થાનિક૨સ બંધ કેમ કહો છો ? કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણનો બંધ પણ છે. અને તે અશુભ પણ છે. તેનો એકસ્થાનિક રસબંધ કેમ કહેતા નથી ?
ઉત્તર : આ બન્ને પ્રકૃતિઓ સર્વઘાતી છે સર્વઘાતીનો રસ જઘન્યથી પણ દ્વિસ્થાનિક જ હોય છે, તેથી નવમે, દસમે ગુણસ્થાનકે અત્યન્ત વિશુદ્ધિ હોવા છતાં પણ આ બન્ને પ્રકૃતિઓ સર્વઘાતી હોવાથી જઘન્યથી પણ તેનો દ્વિસ્થાનિક જ રસબંધ થાય છે. એકસ્થાનિક રસબંધ થતો નથી. જે એકસ્થાનિક રસ છે. તથા જઘન્ય એવો દ્વિસ્થાનિક જે રસ છે. તે બન્ને અતિશય અલ્પ રસ હોવાથી સ્વઘાત્યગુણનો સર્વથા ઘાત કરવા માટે અસમર્થ હોય છે. તેથી કેવલઢિકના આવરણનો રસબંધ નવમે-દસમે પણ એકસ્થાનિક થતો નથી.
પ્રશ્ન : જેમ અત્યન્ત વિશુદ્ધિ વડે નવમા-દસમા ગુણસ્થાનકે ૧૭ અશુભ પ્રકૃતિઓનો એકસ્થાનિક રસબંધ થાય છે. તેમ અતિશય સંક્લિષ્ટ પરિણામ વડે પહેલા ગુણઠાણે શુભપ્રકૃતિઓનો પણ એકસ્થાનિક રસબંધ થવો જોઇએ. તે કેમ કહેતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org