________________
ગાથા : ૬૮
પાંચમો કર્મગ્રંથ
૨૮૩
પહેલી-બીજી બે સ્થિતિ કરી છે. તેવા જીવો જ્યારે મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિ વેદતાં વેદતાં ચરમસમયમાં આવે ત્યારે તે અત્યન્ત વિશુદ્ધ હોવાથી અને તિર્યંચપ્રાયોગ્ય જ બંધ હોવાથી તથા ઉદ્યોત નામકર્મના બંધનો સંભવ પણ હોવાથી તે જીવો ઉત્કૃષ્ટરસબંધના સ્વામી સમજવા.
મયડરંતુ પદમાં કહેલો તુમ-દિક શબ્દ બન્નેની સાથે જોડવાથી મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી એમ મનુષ્યદ્રિક, ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ એમ ઔદારિકદ્ધિક તથા વજઋષભનારા સંઘયણ એમ કુલ પાંચ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી સમ્યગ્દષ્ટિ દેવો જાણવા. આ પાંચે પુણ્ય પ્રકૃતિ છે. પુણ્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ વિશુદ્ધિ વડે બંધાય છે. મનુષ્ય અને તિર્યંચોને જો આવી અત્યન્ત વિશુદ્ધિ આવે તો તેઓ દેવપ્રાયોગ્ય જ બંધ કરે, મનુષ્ય પ્રાયોગ્ય બંધ ન કરે. તેથી જ સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યને બંધના સ્વામિત્વમાં ત્રીજા કર્મગ્રંથમાં આ પાંચ પ્રકૃતિઓનો બંધ વારેલો છે. આ કારણથી તિર્યંચ-મનુષ્યો ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહ્યા નથી. દેવોની જેમ નારકી પણ અત્યન્ત વિશુદ્ધ હોય તો આ પાંચ પ્રકૃતિઓ અવશ્ય બાંધે છે. તેથી દેવોની જેમ નારકીના જીવો પણ આ પાંચ પ્રકૃતિના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહેવા જોઈએ. પરંતુ દેવો દુઃખને પરવશ ન હોવાથી અને ગમનાગમન કરવામાં સ્વતંત્ર હોવાથી તીર્થંકર પરમાત્માની સમૃદ્ધિનું દર્શન, વ્યાખ્યાનશ્રવણ અને નંદીશ્વરાદિ દ્વીપમાં અઠ્ઠાઈમહોત્સવ આદિ ધર્મકાર્ય કરતાં જેટલી વિશુદ્ધિ દેવોમાં સંભવી શકે તેટલી વિશુદ્ધિ દુ:ખ અને પીડાના સમૂહને ભોગવવામાં પરવશ થયેલા નારકીના જીવોમાં સંભવી શકતી નથી તેથી નારકીને સ્વામી કહ્યા નથી. માટે ઉપરોક્ત ધર્મકાર્યો કરતા એવા સમ્યગ્દષ્ટિ દેવો જ આ પાંચ પુણ્યપ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી જાણવા.
દેવાયુષ્યના ઉત્કૃષ્ટબંધના સ્વામી અપ્રમત્તમુનિ જાણવા. કારણ કે દેવાયુષ્યનો બંધ ૧થી૭ ગુણસ્થાનક સુધી જ છે. તેથી ઉપરના ગુણસ્થાનકોમાં આયુષ્યનો બંધ જ નથી. અને ૧ થી ૭ માં સામાવાળા જ વધારે વિશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org