________________
ગાથા : ૬૯
પાંચમો કર્મગ્રંથ
૨૮૭
તરીકે કહ્યો છે. પહેલા ગુણઠાણેથી એકલું સમ્યક્ત પામનાર અને સમ્યક્ત સાથે દેશવિરતિ પામનાર કરતાં સમ્યક્ત સાથે સર્વવિરતિ પામનારો જીવ વધારે વિશુદ્ધિ વાળો હોય છે. માટે સંનમુમો કહ્યું છે મિથ્યાદષ્ટિ જીવોમાં આ જ જીવ અત્યન્ત વિશુદ્ધ છે. માટે આવા જીવને સ્વામી કહ્યો છે. ઉપરની હકિકત કમ્મપયડી અને પંચસંગ્રહની ટીકાને અનુસારે કહી છે.
કર્મપ્રકૃતિમાં બંધનકરણની ગાથા ૬૭ ની મલયગિરિજીકૃત ટીકામાં જઘન્યરસબંધના સ્વામિના અધિકારમાં આવો ટીકાપાઠ છે.
स्त्यानर्धित्रिक मिथ्यात्वानंतानुबन्धिनामष्टानां कर्मणां सम्यक्त्वं संयम च युगपत्प्रतिपित्सुर्मिथ्यादृष्टिश्चरमसमये तथा ।
વળી પંચસંગ્રહ પ્રથમ ભાગ પંચમદ્વાર ગાથા ૭૪ની મલયગિરિજી કૃત ટીકામાં પણ આવો જ પાઠ છે. પરંતુ કર્મગ્રંથની સ્વોપજ્ઞ ટીકામાં સંગમુક્યુદો પદનો અર્થ સામાયિકને સન્મુખ (સામાયિક લેવાને તત્પર) એવો અર્થ કરીને સંખ્યત્વસંયમમya: પદ લખીને તેનો અર્થ સમ્યક્ત નામનું સામાયિક મેળવવાની ઈચ્છાવાળો મુખ્યત્વસામાયિકં પ્રતિપિત્યુઃ એવો અર્થ કરેલો છે. સમ્યક્ત અને સંયમ એમ ઉભય પામવાની ઇચ્છાવાળો એવો અર્થ ન કરતાં સમ્યક્વસામાયિકને પામવાવાળો એવો અર્થ કરેલ છે.
તથા બીજા અપ્રત્યાખ્યાનીય કષાયના જઘન્યરસબંધના સ્વામી અવિરતસમ્યગ્દષ્ટિ અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયના જઘન્યરસબંધના સ્વામી દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા જાણવા. અહીં પણ કમ્મપયડી તથા પંચસંગ્રહની ટીકાને અનુસાર સંયમ (સર્વવિરતિ) પામવાને સન્મુખ થયેલ અવિરત સમ્યગ્દષ્ટિ પોતાના ગુણસ્થાનકના ચરમ સમયે વર્તતો જીવ બીજા કષાયના જઘન્ય રસબંધનો સ્વામી જાણવો. અને સંયમ (સર્વવિરતિ) પામવાને સન્મુખ થયેલ દેશવિરતિ ગુણસ્થાનકવર્તી જીવ પોતાના ચરમસમયે વર્તતો જીવ ત્રીજા કષાયના જઘન્ય રસબંધનો સ્વામી જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org