________________
ગાથા : ૭૦
પાંચમો કર્મગ્રંથ
૨૮૯
હાસ્ય, રતિ, જુગુપ્સા, મથકુવાયHપુત્રો = ભય અને ઉપઘાતનો જઘન્ય રસબંધ અપૂર્વકરણવાળો જીવ કરે છે. નિયઠ્ઠી = અનિવૃત્તિવાળો જીવ પુરિસંગ = પુરુષવેદ તથા સંજવલન ચતુષ્કનો ૭Oા
ગાથાર્થ - આહારકહિકનો અપ્રમત્તમુનિ, બે નિદ્રા, અશુભવર્ણાદિ, હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય અને ઉપઘાતનો અપૂર્વકરણ ગુણસ્થાનકવાળો જીવ, તથા પુરુષવેદ અને સંજ્વલનનો અનિવૃત્તિ બાદરવાળો જીવ જઘન્યરસબંધ કરે છે. ૭૦ના
વિવેચન-આહારકશરીરનામકર્મ અને આહારક અંગોપાંગનામકર્મ આ બન્ને પ્રકૃતિના જઘન્યરસબંધના સ્વામી પ્રમત્તાભિમુખ એવા અપ્રમત્તગુણસ્થાનકવર્તી મુનિ જાણવા, આહારદ્ધિક પુણ્યપ્રકૃતિ છે. તેથી તેનો જઘન્યરસબંધ સંક્લિષ્ટતાથી બંધાય છે. આહારદ્ધિકનો બંધ સાતમે, આઠમે એમ બે જ ગુણઠાણે થાય છે. તે બે ગુણસ્થાનકોમાં સાતમા ગુણસ્થાનકવાળા જીવો સક્લિષ્ટ ગણાય. તેથી પ્રમત્તગુણસ્થાનકને અભિમુખ એવા અપ્રમત્તમુનિ જઘન્ય રસબંધના સ્વામી જાણવા. તે વધારે સંક્લિષ્ટ હોઈ શકે છે. માટે, કારણ કે અપૂર્વકરણ ગુણસ્થાનકને (શ્રેણીને) અભિમુખ જીવો આરોહણવૃત્તિવાળા હોવાથી તે જીવો અત્યન્ત વિશુદ્ધ છે. તેના કરતા પ્રમત્તાભિમુખ એવા અપ્રમત્ત જીવો અવરોહણ વૃતિવાળા હોવાથી અહીં સ્વામી સમજવા.
નિદ્રા-પ્રચલા, અશુભવર્ણાદિ ચતુષ્ક હાસ્ય, રતિ, ભય, જુગુપ્તા અને ઉપઘાતનામકર્મ એમ ૧૧ પ્રકૃતિઓના જઘન્યરસબંધના સ્વામી અપૂર્વકરણગુણસ્થાનવર્તી જીવો જાણવા. આ અગિયારે પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. તેઓનો જઘન્યરસબંધ વિશુદ્ધિથી થાય છે. આ ૧૧ પ્રકૃતિઓનો બંધ ૧થી૮ ગુણસ્થાનક સુધી જ છે. તેનાથી ઉપરના ગુણસ્થાનકોમાં આ ૧૧ પ્રકૃતિઓનો બંધ નથી. ૧થી૮ ગુણસ્થાનકોમાં અત્યન્ત વિશુદ્ધિ આઠમે જ સંભવે છે. તેથી અપૂર્વકરણગુણસ્થાનકવાળા જીવો સ્વામી કહ્યા છે. તેમાં પણ ક્ષપકશ્રેણિગત અને પોતપોતાના બંધવિચ્છેદના ચરમસમયે વર્તતા એવા જીવો સ્વામી લેવા. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org