________________
ગાથા : ૬૮
પાંચમો કર્મગ્રંથ
૨૮૧
તથા વનવડતય પદમાં કહેલો વડે શબ્દ વર્ષ ની સાથે પણ જોડવો અને ડમરૂકમણિના ન્યાયથી તેય ની સાથે પણ જોડવો. (મદારી વડે વગાડાતા ડમરૂકમાં દોરી એક જ હોય છે. પરંતુ બન્ને બાજુના ભાગને સ્પર્શે છે તેમ અહીં ૨૩ શબ્દ બન્ને બાજુ જોડાય છે તેથી) શુભવિહાયોગતિ, વર્ણચતુષ્ક, તેજસ ચતુષ્ક (તેજસ કાર્પણ અગુરુલઘુ અને નિર્માણ) તીર્થંકરનામકર્મ સાતવેદનીય, સમચતુરસ સંસ્થાન, પરાઘાતનામકર્મ, ત્રસદશક પંચેન્દ્રિયજાતિ, ઉચ્છવાસ અને ઉચ્ચગોત્ર એમ આ ૨૬ પ્રકૃતિઓ જાણવી. ૬+૨૬= એમ કુલ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વડે જ બંધાય છે કારણ કે આ સર્વે પુણ્યપ્રકૃતિઓ છે. આ ૩૨ પ્રકૃતિઓમાં સાતા યશ અને ઉચ્ચગોત્ર આ ૩નો બંધ દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી છે અને બાકીની ૨૯નો બંધ આઠમાં ગુણસ્થાનકના ૬ઠ્ઠા ભાગ સુધી છે. અને વધારેમાં વધારે વિશુદ્ધિ ક્ષપકશ્રેણીમાં જ હોય છે તેથી ક્ષપકશ્રેણીમાં વર્તતા સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકના ચરમસમયવર્તી જીવો સાતા યશ અને ઉચ્ચગોત્રના, અને અપૂર્વકરણ ગુણસ્થાનકના છઠ્ઠાભાગના ચરમસમયવર્તી ક્ષપકશ્રેણીગત જીવો શેષ ૨૯ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસના સ્વામી જાણવા.
પુણ્યપ્રકૃત્તિઓની જઘન્યસ્થિતિ અને ઉત્કૃષ્ટ રસ અત્યન્ત વિશુદ્ધિ વડે બંધાય છે. તેથી ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણ અને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકવર્તી સ્વબંધવ્યવચ્છેદ સમયભાવી જીવો જ ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહ્યા છે. ૬ળા
तमतमगा उज्जोयं, सम्मसुरा मणुयउरलदुगवरं । अपमत्तो अमराउं, चउगइ मिच्छा उ सेसाणं ॥६८॥ (तमस्तमस्का उद्योतं सम्यग्दृष्टिसुरा मनुजौदारिकद्विकवज्रम् । अप्रमत्तोऽमरायुश्चतुर्गतिका मिथ्यादृष्टयस्तु शेषाणाम्॥ ६८॥)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org