________________
૨૮૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૭.
સ્વામી અતિસંક્લિષ્ટ સર્વે નારકી અને આઠમા સહસ્ત્રાર દેવલોક સુધીના સર્વ દેવો હોય છે. કારણ કે આઠમા દેવલોક ઉપરના દેવો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરતા નથી. તથા સેવાર્ય સંઘયણના સ્વામી સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવો અને નારકી જાણવા. પરંતુ ઇશાન સુધીના દેવો ઉત્કૃષ્ટરસબંધના સ્વામી ન જાણવા. કારણ કે ઈશાન સુધીના દેવો જો અતિસંક્લિષ્ટ થાય તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે છે. અને ત્યાં સેવાર્તસંઘયણ બંધાતું નથી. આ પ્રમાણે આ ગાથામાં ૩+૧૧+૩=૧૭ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી કહ્યા. ૬૬
विउव्विसुराहारदुर्ग, सुखगइवन्नचउतेयजिणसायं । समचउपरघातसदस, पणिंदिसासुच्च खवगा उ॥६७॥ (वैक्रियसुराहारकद्विकं, सुखगतिवर्णचतुष्कतैजसजिनसातम् समचतुरस्रपराघातत्रसदशकपञ्चेन्द्रियोच्छ्वासोच्थैर्गोत्रं क्षपकास्तु ॥६७॥
વિવ્યિકુરદરહુ = વૈક્રિયદ્ધિક દેવદ્રિક અને આહારકદ્વિક, સુવડું =શુભવિહાયોગતિ, વનર૩ = વર્ણચતુષ્ક, તેના સાયં = તેજસ ચતુષ્ક જિનનામકર્મ અને સાતવેદનીય, સમવઉપરથા = સમચતુરસ, પરાઘાત, તણસ = ત્રસ દશક, હિસાસુરૈ=પંચેન્દ્રિયજાતિ ઉચ્છવાસ અને ઉચ્ચગોત્ર, વવાર = ક્ષપકશ્રેણિમાં વર્તતા સૂક્ષ્મસંપરાય અને અપૂર્વકરણવાળા ૬૭
ગાથાર્થ - વૈક્રિયદ્ધિક દેવદ્ધિક આહારકદ્ધિક, શુભવિહાયોગતિ, વર્ણચતુષ્ક તૈજસ ચતુષ્ક, જિનનામકર્મ સાતવેદનીય સમચતુરસસંસ્થાન, પરાઘાત, ત્રસદશક પંચેન્દ્રિયજાતિ, ઉચ્છવાસ અને ઉચ્ચગોત્ર એમ કુલ ૩૨ પ્રકૃતિઓના સ્વામી કૃપક જાણવા ૬૭ના
વિવેચન - મૂળ ગાથામાં કહેલો ટુi = દિ શબ્દ ત્રણેની સાથે જોડવાથી વૈક્રિયદ્ધિક દેવદ્ધિક અને આહારકદ્ધિક એમ ૬ પ્રકૃતિઓ લેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org