________________
ગાથા : ૬૬
પાંચમો કર્મગ્રંથ
૨૭૯
પ્રકૃતિઓમાંથી ૯ પ્રકૃતિઓનો બંધ કરતા નથી અને બે આયુષ્ય પણ સમ્યગ્દષ્ટિ હોવાથી બાંધતા નથી. માટે મિથ્યાષ્ટિસ્વામી કહ્યા છે.
હવે જે ૫.તિર્યંચ-મનુષ્યોને સ્વામી કહ્યા. તેમાં પણ નરકત્રિકમાંથી નરકગતિ અને આનુપૂર્વી એમ દ્વિક માટે અતિસંક્લિષ્ટ તિર્યંચ-મનુષ્યો સ્વામી જાણવા. કારણ કે ગમે તેટલા અતિશય સંક્લિષ્ટ થાય તો પણ અત્તે નરક પ્રાયોગ્ય જ બંધ થાય છે. માટે અતિસંક્લિષ્ટ તિર્યંચ-મનુષ્યો સ્વામી જાણવા. અને વિક્લન્દ્રિયત્રિક તથા સૂક્ષ્મત્રિક માટે ત~ાયોગ્ય સંક્લિષ્ટ એવા તિર્યંચ-મનુષ્યો સ્વામી જાણવા. કારણ કે જો અતિશય સંક્લિષ્ટ કહીએ. તો વિક્લેન્દ્રિય, એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ત્યજીને આ જીવો નરકમાયોગ્ય બંધ કરવા લાગે કે જ્યાં આ પ્રકૃતિઓ બંધાતી જ નથી. તેથી ત~ાયોગ્ય સંક્લિષ્ટ કહેવા તથા તિર્યંચાયુ અને મનુષ્યાયુના સ્વામી ત~ાયોગ્ય વિશુદ્ધિવાળા મનુષ્ય તિર્યંચો સ્વામી જાણવા. કારણ કે આયુષ્યકર્મ ઘોલમાન પરિણામે બંધાય છે. એવું શાસ્ત્રવચન હોવાથી અત્યન્ત વિશુદ્ધિમાં કે અત્યંત સંક્લિષ્ટતામાં આયુષ્યકર્મ બંધાતું જ નથી. અને તેથી જ નરકાયુષ્ય માટે પણ ત~ાયોગ્ય સંક્ષિપ્તતાવાળા તિર્યંચ-મનુષ્યો સ્વામી જાણવા.
તિર્યંચદ્ધિક અને સેવાર્ય સંઘયણના ઉત્કૃષ્ટરસબંધના સ્વામી દેવો અને નારકી જાણવા. કારણ કે આ ત્રણે પાપપ્રકૃતિ છે. તેથી ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા આવે છતે ઉત્કૃષ્ટરસબંધ થાય છે. દેવો અને નારકીને ગમે તેટલી સંક્લિષ્ટતા આવે તો પણ અંતે તિર્યંચપ્રાયોગ્ય જ બંધ થાય છે. તેમાં આ ત્રણ પ્રકૃતિઓ બંધાય જ છે. તેથી દેવ-નારકીના જીવો સ્વામી કહ્યા છે તિર્યંચ અને મનુષ્યો જો આવા અતિસંક્લિષ્ટ લઈએ તો તેઓને તિર્યંચપ્રાયોગ્ય બંધને બદલે નરકમાયોગ્ય બંધ થાય કે જ્યાં આ ત્રણ પ્રકૃતિ ન બંધાય. તેથી તિર્યંચ-મનુષ્ય સ્વામી કહ્યા નથી.
અહીં એટલી વિશેષતા જાણવી કે તિર્યંચદ્ધિકના ઉત્કૃષ્ટરસબંધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org