________________
ગાથા : ૬૬
પાંચમો કર્મગ્રંથ
૨૭૭
હોય તો વધારેમાં વધારે સંક્લિષ્ટતા હોય ત્યાં ઉત્કૃષ્ટરસબંધ થાય. આ નિયમને ધ્યાનમાં રાખીને હવે ઉત્કૃષ્ટરસબંધના સ્વામી વિચારીએ.
એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપનામકર્મ, આ ત્રણે નામ કર્મનો ઉત્કૃષ્ટરસ મિથ્યાષ્ટિ એવા ઈશાન દેવલોક સુધીના દેવો કરે છે, કારણ કે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને સૌધર્મ તથા ઈશાન દેવલોકના દેવોને ગમે તેટલી અત્યન્ત સંક્લિષ્ટતા આવે તો પણ છેલ્લો એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બંધ હોય છે. અને ત્યાં ઉપરોક્ત પ્રકૃતિઓ બંધાય જ છે. તેથી તે દેવો સ્વામી કહ્યા છે. સનસ્કુમારાદિ ઉપરના દેવો તથા સાત નારકીના જીવો એકેન્દ્રિય પ્રાયોગ્યબંધ ભવપ્રત્યયિકપણે કરતા જ નથી તેથી તેઓને સ્વામી કહ્યા નથી. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો આ ત્રણ પ્રકૃતિ જો કે બાંધે છે પરંતુ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ થાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસ બંધાય છે અને જ્યારે ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ થાય ત્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરતાં નરક પ્રાયોગ્ય જ બંધ કરે છે. ત્યાં આ ત્રણ પ્રકૃતિઓ બંધાતી નથી. અને ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ ન હોય (મંદ અથવા મધ્યમ સંક્લિષ્ટ હોય) ત્યારે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે છે. પરંતુ ત્યારે ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતા ન હોવાથી ઉત્કૃષ્ટરસ થતો નથી. તેથી ૫. તિર્યંચો અને મનુષ્યોને સ્વામી લીધા નથી. તથા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવોમાં પંચેન્દ્રિય જેટલી ચેતનાનો વિકાસ ન હોવાથી પંચેન્દ્રિય જેટલી સંક્લિષ્ટતા (કે વિશુદ્ધિ) સંભવતી જ નથી. તેથી તે જીવોને પણ સ્વામી કહ્યા નથી. આ રીતે સનસ્કુમારાદિ દેવો, નારકી, ૫. તિર્યંચ, મનુષ્ય, એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયોને છોડીને ઈશાન દેવલોક સુધીના દેવો જ સ્વામી કહ્યા છે.
ઇશાન દેવલોક સુધીના દેવો પણ જો સમ્યગ્દષ્ટિ, મિશ્રદષ્ટિ કે સાસ્વાદની હોય તો એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ જ ન કરે તેથી તે ત્રણે ગુણઠાણાંવાળાને છોડીને મિથ્યાદષ્ટિ એવા ઈશાન દેવલોક સુધીના દેવો સ્વામી કહ્યા છે. તેમાં એટલી વિશેષતા છે કે એકેન્દ્રિયજાતિનામકર્મ અને સ્થાવર નામકર્મ આ બે પ્રકૃતિ પાપપ્રકૃતિ હોવાથી અત્યંત સંક્લિષ્ટ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org