________________
પાંચમો કર્મગ્રંથ
થવા દ્વારા ૨સ અત્યન્ત હીન થઇને દેશઘાતી પ્રકૃતિઓનો રસ દેશધાતી રૂપે પણ ઉદયમાં આવે છે. તથા અધાતી પ્રકૃતિઓનો રસ ગુણઘાત કરતો ન હોવાથી અઘાતી હોવા છતાં ઘાતીના ઉદય સાથે ભળેલી તે પ્રકૃતિઓનો રસ ઘાતીરૂપે ફળ આપનાર બને છે. ૫૬પા
ગાથા : ૬૬
રસબંધ સંબંધી પ્રાસંગિક કેટલીક ચર્ચા કરીને હવે ઉત્કૃષ્ટરસના સ્વામી સમજાવે છે.
तिव्वमिगथावरायव, सुरमिच्छा विगलसुहुमनिरयतिगं । तिरिमणुआउ तिरिनरा, तिरिदुगछेवट्ठ सुरनिरया ॥ ६६ ॥ (तीव्रमेकेन्द्रियस्थावरातपानां सुरा मिथ्यादृष्टयो विकलसूक्ष्मनरकत्रिकम्। तिर्यग्मनुजायु स्तिर्यग्नरास्तिर्यग्विकसेवार्तं सुरनारकाः ॥६६॥
૨૭૫
तिव्वं તીવ્રઉત્કૃષ્ટરસ,ફળથાવાયવ =
એકેન્દ્રિય સ્થાવર અને આતપ નામકર્મનો, સુરમિચ્છા=મિથ્યાષ્ટિ દેવો કરે છે. વિગતમુહુમનિયતિમાં વિક્લેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, નરકત્રિક, અને તિમિળુઆઽ= તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યને, તિનિરા=ઉત્કૃષ્ટરસે તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. તિરિતુ છેવટ્ટુ તિર્યંચદ્વિક અને છેવટ્ટાસંઘયણને સુનિયા—દેવ અને નારકી ઉત્કૃષ્ટરસે બાંધે છે. ૫૬૬ા
=
ગાથાર્થ-એકેન્દ્રિય, સ્થાવર અને આતપનામકર્મનો ઉત્કૃષ્ટરસબંધ મિથ્યાર્દષ્ટિ દેવો કરે છે. વિક્લેન્દ્રિયત્રિક સૂક્ષ્મત્રિક અને નરકત્રિકનો અને તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટરસબંધ તિર્યંચ-મનુષ્યો કરે છે. તિર્યંચદ્વિક અને સેવાર્તા સંઘયણનો ઉત્કૃષ્ટરસબંધ દેવ-ના૨કી કરે છે. ૫૬૬ા
Jain Education International
વિવેચન - હવે ઉત્કૃષ્ટરસબંધના સ્વામી સમજાવાય છે. તે સમજતાં પહેલાં એટલું ખાસ ધ્યાન રાખવું કે પુણ્યપ્રકૃતિ હોય તો જેમ બને તેમ વધારેમાં વધારે વિશુદ્ધિ હોય ત્યાં ઉત્કૃષ્ટરસબંધ થાય. અને પાપ પ્રકૃતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org