________________
૨૭૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬પ
સ્પર્ધકની અન્તિમવર્ગણાથી તેના પછીના સ્પર્ધકની પ્રથમ વર્ગણા સર્વજીવો કરતાં અનંતગુણ અધિક-રસાશયુક્ત હોય છે. એવી જ રીતે એકસ્થાનિક રસના અન્તિમ સ્પર્ધકની અન્તિમ વર્ગણાથી ધિસ્થાનિક રસના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા પણ અનંતગુણ અધિક રસાંશ વાળી હોય છે. આ પ્રમાણે દ્વિસ્થાનિક ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસમાં પણ સમજવું.
સર્વઘાતી પ્રકૃતિઓનો રસ દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક જ હોય છે અને તે સર્વે રસ નિયમો સર્વઘાતી જ હોય છે. દેશઘાતી ૨૫ પ્રકૃતિઓમાંથી ૧૭ પ્રકૃતિઓનો રસ એકસ્થાનિક આદિ ચારે પ્રકારનો છે અને તેમાં એકસ્થાનિક તથા મંદદ્ધિસ્થાનિક રસ દેશઘાતી છે. અને તીવ્ર ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક તથા ચતુઃસ્થાનિક રસ સર્વઘાતી છે. પુરુષવેદ વિનાની નોકષાયની ૮ પ્રકૃતિઓ જો કે દેશઘાતી છે. પરંતુ તેનો રસ દ્રિસ્થાનિક ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક જ હોય છે. અને તે સર્વે રસ સર્વઘાતી જ હોય છે. અઘાતી ૭૫ પ્રકૃતિઓનો રસ દ્રિસ્થાનિકાદિ અને સર્વઘાતી બંધાય છે. જ્યારે જ્યારે રસબંઘ થાય છે. ત્યારે ત્યારે ઉપર પ્રમાણે બંઘાય છે. પરંતુ ઉદયકાળે તેવો જ રસ ઉદયમાં આવે એવો નિયમ નથી.
ઉપર મુજબ રસ બંધાય છે. પરંતુ ઉદયકાળે કેટલીક કેટલીક પ્રકૃતિઓના સર્વઘાતી રસસ્પર્ધકોનો રસ હણીને મંદ દ્વિસ્થાનિકાદિ બનાવીને દેશઘાતીરૂપે ઉદયમાં લાવે છે. કેટલીક પ્રકૃતિઓનો તીવ્રરસ હણીને ક્યારેક દેશઘાતી રૂપે કરીને અને ક્યારેક સર્વઘાતી રૂપે પણ ઉદયમાં લાવે છે. (તેનું બંધકાળના રસનું તથા ઉદયકાળના રસનું ચિત્ર ૨૭૬મા પાના ઉપર છે.)
જો કે ૧૭ પ્રકૃતિઓ વિના શેષ ૧૦૩ પ્રકૃતિઓનો બે ઠાણીયો આદિ સર્વઘાતી જ રસબંધ થાય છે. તથા ૧૭ પ્રકૃતિઓનો પણ નવમું ગુણસ્થાનક પામ્યા પહેલાં નિયમા દ્રિસ્થાનિકાદિ અને સર્વઘાતી જ રસબંધ થાય છે. તો પણ ઉદયકાળ આવતાં સુધીમાં આત્માના અધ્યવસાયોની પરાવૃત્તિના કારણે રસઘાત આદિ થવાથી તથા ઉદયકાળે પણ ગુણવિશેષના કારણે સ્થિતિઘાત, રસઘાત આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org