________________
ગાથા : ૬૪
પાંચમો કર્મગ્રંથ
૨૬૯
ઘટે છે. અને જ્યારે તીવ્ર અનંતાનુબંધી હોય ત્યારે અશુભનો ચતુઃસ્થાનિક અને શુભનો દ્રિસ્થાનિક રસબંધ થાય છે. એવું કર્મગ્રંથનું વચન પણ યથાર્થ રીતે યુક્તિસંગત થાય છે.
પહેલા ગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય તીવ્ર મધ્યમ અને મંદ ભેદે અનેક પ્રકારનો હોઈ શકે છે. જેમ કે અભવ્ય જીવો સાતમી નરક પ્રાયોગ્ય બંધ કરતા હોય ત્યારે અને નવમી રૈવેયક પ્રાયોગ્ય બંધ કરતા હોય ત્યારે પહેલું જ ગુણઠાણું હોવા છતાં અનંતાનુબંધીનો ઉદય તીવ્રમંદ હોઈ શકે છે. તથા ગાઢમિથ્યાત્વી, અચરમાવર્તવત મિથ્યાત્વી, ચરમાવર્તના પૂર્વાર્ધભાગવર્તી મિથ્યાત્વી, શરમાવર્તના પશ્ચાદર્યભામવર્તી મિથ્યાત્વી અને તેમાં પણ સમ્યક્તની પૂર્વભૂમિકાવર્તી મિથ્યાત્વી ક્રમશઃ મંદ મંદ અનંતાનુબંધીના ઉદયવાળા જીવો હોય છે. તેમાં પણ ચરમયથાપ્રવૃત્તકરણ કાળવર્તી જીવો, અને અંતરકરણની પ્રક્રિયા કરવાના કાળવર્તી જીવો અતિશય વધારે મંદ-મંદ અનંતાનુબંધીના ઉદયવાળા સંભવે છે. તેથી પહેલું ગુણસ્થાનક માત્ર હોવાથી સર્વત્ર અનંતાનુબંધીનો ઉદય તીવ્ર અને સમાન ન સમજવો. તેથી અશુભનો રસબંધ ચતુઃસ્થાનિક અને શુભનો રસ દ્રિસ્થાનિક જ થાય એમ પણ ન સમજવું. જ્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય અત્યન્ત મંદ થયો હોય ત્યારે અશુભનો દ્વિસ્થાનિક અને શુભનો ચતુઃસ્થાનિક રસબંધ પણ થઈ શકે છે.
પ્રશ્ન : જળની રેખા સમાન કષાયો વડે (સંજવલન કષાય વડે) એકસ્થાનિક રસબંધ થાય એમ અહીં કહેવામાં આવ્યું છે. અને ૬ થી ૧૦ ગુણસ્થાનકોમાં કેવળ એકલા સંજવલન કષાયનો જ ઉદય હોય છે.
ત્યાં ૬-૭-૮ અને ૯મા ગુણસ્થાનકના કેટલાક કાળ સુધી અશુભનો ક્રિસ્થાનિક જ રસબંધ થાય છે. તે કેમ ઘટશે ?
ઉત્તર : અહીં પણ અતિશય મંદ સંજ્વલનના ઉદય વડે જ એકસ્થાનિક રસ બંધાય એમ સમજવું. સામાન્ય એવા સંજવલનના ઉદય વડે તો ક્રિસ્થાનિક જ રસ બંધાય છે. એમ જ જાણવું. એકસ્થાનિક રસબંધ નવમા
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org