________________
૨૬૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૪
પ્રશ્ન : જો અનંતાનુબંધી કષાયના ઉદય વડે અશુભપ્રકૃતિઓનો રસબંધ ચતુઃસ્થાનિક થતો હોય અને શુભપ્રકૃતિઓનો દ્રિસ્થાનિક રસબંધ થતો હોય તો અનાદિ મિથ્યાત્વી જીવ પ્રથમ ઉપશમ સમ્યક્ત પામે તે અવસ્થાનું વર્ણન કરતાં કર્મપ્રકૃતિમાં (કમ્મપયડી ગ્રંથમાં) ઉપશમનાધિકારના પ્રારંભમાં શ્રી શિવશર્મસૂરીશ્વરજી મ. સાહેબે કહ્યું છે, કે સંશિત્વ પંચેન્દ્રિયત્ન અને પર્યાપ્તત્વ એમ ત્રણ લબ્ધિથી યુક્ત એવો જીવ, અશુભનો ક્રિસ્થાનિક રસ બાંધતો અને શુભનો ચતુઃસ્થાનિક રસ બાંધતો, તથા સત્તામાં રહેલી અશુભપ્રકૃતિના રસને પણ ક્રિસ્થાનિક કરતો અને શુભપ્રકૃતિના રસને ચતુઃસ્થાનિક કરતો એવો તે જીવ ક્રમશઃ ત્રણ કરણ કરવા વડે ઉપશમસમ્યક્ત પામે છે. અહીં પ્રશ્ન થાય છે કે ઉપશમ સમ્યક્ત પામનારો આ જીવ મિથ્યાત્વ અવસ્થામાં છે, ત્યાં અનંતાનુબંધી કષાય પણ ધ્રુવોદયી છે. તેથી આ અનંતાનુબંધી કષાયનો ઉદય ત્યાં અવશ્ય છે જ. તે હોતે છતે અશુભ પ્રકૃતિઓનો દ્રિસ્થાનિક અને શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનિક રસ કેવી રીતે બંધાય ! અને જો બંધાય તો આ ગાથામાં કહેલી વાત કેવી રીતે યુક્તિસંગત થાય ?
ઉત્તર : અનંતાનુબંધી કષાયના ઉદયથી અશુભનો ચતુઃસ્થાનિક અને શુભનો દ્રિસ્થાનિક રસબંધ થાય એમ જે આ ૬૪મી ગાથામાં કહ્યું છે. તે પ્રાયિકવચન સમજવું. બહુધા આવો રસ બંધાય એમ જાણવું. તેથી અનંતાનુબંધી કષાયના ઉદયવાળા મિથ્યાષ્ટિ જીવો પણ તીવ્ર મધ્યમ અને મંદ ભેટવાળા હોય છે. તીવ્ર અનંતાનુબંધીના ઉદયવાળા હોય ત્યારે અશુભનો ચતુઃસ્થાનિક અને શુભનો દ્રિસ્થાનિક રસ બાંધે, મધ્યમ અનંતાનુબંધીના ઉદયવાળા હોય ત્યારે બન્નેનો ત્રિસ્થાનિક રસ બાંધે, અને મંદ અનંતાનુબંધીના ઉદયવાળા હોય ત્યારે અશુભનો દ્રિસ્થાનિક અને શુભનો ચતુઃસ્થાનિક રસ પણ બાંધે. એમ પણ સૂક્ષ્મબુદ્ધિએ સમજવું. આ કારણથી સખ્યત્વ પામતી વખતે પૂર્વભૂમિકાવાળા કાળમાં મંદ અનંતાનુબંધીનો ઉદય હોવાથી અશુભનો દ્રિસ્થાનિક રસબંધ અને શુભનો ચતુઃસ્થાનિક રસબંધ થાય છે. આ રીતે કર્મપ્રકૃતિનું વચન યથાર્થ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org