________________
ગાથા : ૬પ
પાંચમો કર્મગ્રંથ
૨૭૧
ઉપર પ્રમાણે રસબંધ થાય છે એમ જાણવું. તે પણ અપરાવર્તમાન અશુભ અને અપરાવર્તમાન શુભ માટે ઉપરોક્ત નિયમ ઘણું કરીને જાણવો. કારણ કે જે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. તે તો તીવ્ર અનંતાનુબંધીના ઉદયકાળે શુભપ્રકૃતિઓ અને મંદ અનંતાનુબંધીના ઉદયકાળે અશુભપ્રકૃતિઓ પ્રાયઃ બંધમાં જ રહેતી નથી છતાં જેનો ભવપ્રત્યયિક્તા કે ગુણપ્રત્યયિક્તાના કારણે બંધ ચાલુ જ રહે છે. તેના માટે ઉપરોક્ત નિયમ લાગુ પડે છે.
આ પ્રમાણે ૧૭ પ્રકૃતિઓનો રસબંધ એકસ્થાનક આદિ ચારે પ્રકારનો થાય છે. અને શેષ ૧૦૩ પ્રકૃતિઓનો રસબંધ દ્વિસ્થાનક આદિ માત્ર ત્રણ જ પ્રકારનો થાય છે. ૬૪
निम्बुच्छरसो सहजो, दुतिचउभागकड्डि इक्क भागंतो । इगठाणाइ असुहो, असुहाण सुहो सुहाणं तु ॥६५॥ (निम्बेक्षुरस: सहजः, द्वित्रिचतुर्भागक्वथितैकभागान्तः । एकस्थानिकादिरशुभोऽशुभानां शुभो शुभानां तु ॥ ६५ ॥)
નિંગુઠુર = લીંબડાના રસ જેવો અને શેરડીના રસ જેવો, સદન=સ્વાભાવિક રસ, તિરસમાવિડ્રિમiાંતોકબેભાગ ત્રણ ભાગ અને ચારભાગ ઉકાળ છતે એક ભાગ બાકી છે જેનો એવા રસ જેવો, રૂડાપI$=એક સ્થાનિક આદિ રસ મસુદ્દો મસુદ્દા=અશુભ પ્રકૃતિઓનો અશુભ છે અને જુદા જુદા તુવળી શુભ પ્રકૃતિઓનો રસ શુભ છે. આપણા
ગાથાર્થ-લીંબડાનો અને શેરડીનો સ્વાભાવિક રસ, તથા બે ભાગ ત્રણ ભાગ અને ચાર ભાગ ઉકાળે છતે શેષ બાકી રહેલા એક ભાગની જેમ એક સ્થાનિક આદિ ચાર પ્રકારનો અશુભપ્રકૃતિઓનો અશુભ અને શુભ પ્રકૃતિઓનો શુભ રસ જાણવો ૬પા
વિવેચન -આ ગાથાનો ભાવાર્થ પૂર્વની ગાથામાં સમજાવાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org