________________
ગાથા : ૬૪
પાંચમો કર્મગ્રંથ
૨૬૫
તેવી જ રીતે બુદ્ધિથી ત્રણ ભાગ કલ્પીને બે ભાગ બાળી નાખી ત્રીજો ભાગ માત્ર રાખીએ તે ત્રિસ્થાનિક રસ. અને બુદ્ધિથી ચાર ભાગ કલ્પીને ત્રણ ભાગ બાળી નાખી. ચોથો ભાગ માત્ર રાખીએ. તેના જેવી મીઠાશ અને કડવાશ જ્યાં હોય તે ચતુઃસ્થાનિક રસ કહેવાય છે.
આ ચાર પ્રકારના રસબંધમાં અનંતાનુબંધી આદિ ચાર કષાયો કારણ છે. જે મૂલગાથાના ઉમિહિર ગરેહારિસાદું આ પદમાં જણાવ્યું છે. પર્વતની રેખા સમાન કષાય શબ્દથી અનંતાનુબંધી સમજવો. પૃથ્વીની રેખામાન શબ્દથી અપ્રત્યાખ્યાનીય, રેતીની રેખા સમાન શબ્દથી પ્રત્યાખ્યાનાવરણ અને પાણીની રેખા સમાન શબ્દથી સંજવલન કષાય જાણવા. આ પદના અર્થનો સંબંધ આગળ આવનારી ૬૪મી ગાથા સાથે છે. એટલે તેના વિવેચનમાં જ વધારે અર્થ સ્પષ્ટ કરીશું ૬૩
चउठाणाई असुहा, सुहन्नहा विग्घदेसघाइआवरणा । पुमसंजलणिगदुतिचउठाणरसा सेस दुगमाई ॥६४॥ (चतुःस्थानादिरशुभानां शुभानामन्यथा विघ्नदेशघात्यावरणाः । पुरुषसंज्वलना एकद्वित्रिचतुःस्थानरसाः शेषा द्विस्थानादयः ॥६४॥)
230ા ચતુઃસ્થાનક આદિ, સુ=અશુભપ્રકૃતિઓનો, સુશુભ પ્રકૃતિઓનો, નદી=અન્યથા-ઉલટી રીતે, વિસાવદર પાંચ અંતરાય અને સાત દેશઘાતી આવરણો, પુમ પુરૂષદ, સંગ7= ચાર સંજ્વલન,રૂતિવડવાઈરસ=એક, બે, ત્રણ અને ચતુઃસ્થાનકાદિ રસવાળી, લેસ=બાકીની પ્રકૃતિઓ, યુગમારૂં ક્રિસ્થાનિક આદિ રસવાળી છે. ૬૪
ગાથાર્થ - (પૂર્વગાથામાં કહેલા કષાયો વડે) અનુક્રમે અશુભ પ્રકૃતિઓનો ચતુઃસ્થાનક આદિ અને શુભપ્રકૃતિઓનો તેનાથી ઉલટી રીતે રસ બંધાય છે. પાંચ અંતરાયકર્મ, સાત દેશઘાતી આવરણો પરુષવેદ અને સંજ્વલન ચાર કષાય એમ ૧૭ પ્રકૃતિઓનો રસ એક, બે, ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org