________________
ગાથા : ૬૩
પાંચમો કર્મગ્રંથ
વર્ગણા કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પણ હીન પરમાણુઓ જાણવા. એમ સર્વત્ર સમજવું. અહીં સર્વત્ર “રસબંધ”માં સમજાવાતા રસનો અર્થ જ જીવને કર્મોનું ફળ બતાવવાની તીવ્રતા અને મંદતારૂપ સામર્થ્ય-શક્તિ એવો અર્થ કરવો. પરંતુ પુદ્ગલાસ્તિકાયના લક્ષણ રૂપે જે વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શમાં રસનાથી ગ્રાહ્ય સ્વાદસ્વરૂપ તિક્ત કુટુ આમ્લ ઇત્યાદિ રસ આવે છે. તે ન સમજવો. તે રસનાગ્રાહ્ય સ્વાદ સ્વરૂપ રસ કર્મપરમાણુઓમાં (અને સર્વ પુદ્ગલોમાં) પુદ્ગલાસ્તિકાયનો ગુણ હોવાથી સ્વાભાવિકપણે જ હોય છે. અને કર્મના ફળને આપનાર તીવ્ર-મંદ સ્વરૂપ આ રસ જીવ વડે બંધાયેલો (નંખાયેલો) છે. જીવ જ્યારે બાંધે છે ત્યારે જ આવે છે.
બંધને આશ્રયી કર્મપ્રકૃતિઓ ૧૨૦ હોય છે. તેમાં ૪૨ પુણ્યપ્રકૃતિઓ છે. જેને શુભપ્રકૃતિ કહેવાય છે અને ૮૨ પાપપ્રકૃતિઓ છે. જેને અશુભ પ્રકૃતિ કહેવાય છે. વર્ણ ચતુષ્ક બન્નેમાં આવવાથી ચારની સંખ્યા વધે છે. શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ શુભ છે. તેથી અત્યન્ત વિશુદ્ધિ વડે (એટલે કે અત્યન્ત મંદ-મંદતર સંક્લેશ વડે) બંધાય છે. અને અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ અશુભ છે. તેથી અત્યન્ત તીવ્ર સંક્લેશ વડે બંધાય છે. શુભપ્રકૃતિઓનો જઘન્ય રસ અત્યન્ત તીવ્ર સંક્લેશ વડે બંધાય છે. અને અશુભપ્રકૃતિઓનો જઘન્ય રસ અત્યન્ત વિશુદ્ધિ વડે (એટલે અત્યન્ત મંદ-મંદતર સંક્લેશ વડે) બંધાય છે.
૨૬૩
(૧) ૪૨ પુણ્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ વિશુદ્ધિથી થાય છે. (૨) ૪૨ પુણ્ય પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ તીવ્ર સંક્લેશથી થાય છે. (૧) ૮૨ પાપ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસ તીવ્ર સંકલેશથી થાય છે. (૨) ૮૨ પાપ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી થાય છે.
સ્થિતિબંધમાં કષાયજન્ય વિષમતા માત્ર કારણ છે પરંતુ સબંધમાં લેશ્યા સહષ્કૃત કષાયજન્ય વિષમતા કારણ છે. તેથી એક-એક સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org