________________
ગાથા : ૬૩
પાંચમો કર્મગ્રંથ
૨૬૧
કહેવાય છે. સરખે સરખા રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. આ પ્રથમ વર્ગણા છે. તેના કરતાં એક રસાવિભાગ જેમાં અધિક હોય એવા અનંતા કર્મપરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા. તેનાથી બે અધિક રસાવિભાગ વાળા કર્મપરમાણુઓનો સમુદાય તે ત્રીજી વર્ગણા એમ ક્રમશ: અનંતી વર્ગણાઓ એક સમયમાં બંધાતા તે કર્માણમાં હોય છે. ક્રમશઃ એકોત્તર વૃદ્ધિ રૂપે નિરંતર પણે થતી વર્ગણાઓનો સમુદાય તેને સ્પર્ધક કહેવાય છે. વર્ગણાઓ જાણે એક એક રસાણુની વૃદ્ધિ વડે માંહોમાંહે સ્પર્ધા કરતી હોય શું ? એવા અર્થમાં નિરંતર પણ થતી વર્ગણાઓને સ્પર્ધક કહેવાય છે. આવા પ્રકારની નિરંતર પણે અભવ્યથી અનંતગુણી અને સિદ્ધની સંખ્યા કરતાં અનંતમા ભાગની વર્ગણાઓ થાય છે. તેથી એક સ્પર્ધકમાં તેટલી (એટલે અભવ્યથી અનંતગુણી) વર્ગણાઓ હોય છે. ત્યારબાદ એકોત્તર વૃદ્ધિવાળા રસાણુઓથી યુક્ત એવા કર્મ પુદ્ગલો બંધાતા કર્મમાં હોતા નથી. તેથી અંતર પડે છે. અંતર પડવાથી અહીં એક સ્પર્ધક સમાપ્ત થાય છે. આવાં અસંખ્ય સ્પર્ધકો એક સમયના બંધમાં હોય છે.
આ વાત કલ્પિત એક ઉદાહરણથી સમજીએ. સર્વ જીવો એટલે ૧00, તેનાથી અનંતગુણ એટલે ૧000, અભવ્યો એટલે ૨, તેનાથી અનંતગુણ ૨૦, હવે સૌથી જઘન્ય રસાસુવાળા એટલે કે સર્વ જીવોથી અનંતગુણા (૧000) રસાણુવાળા અનંતા કર્મ પરમાણુઓની જે વર્ગણા તે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા. એક અધિક (એટલે ૧૦૦૧) રસાણુવાળા બીજા અનંતા કર્મ પરમાણુઓની જે વર્ગણા તે બીજી વર્ગણા. એમ ૧૦૦૨ રસાણુવાળા બીજા અનંતા કર્મ પરમાણુઓની જે વર્ગણા તે ત્રીજી વર્ગણા. આ પ્રમાણે ક્રમશ: અભવ્યથી અનંતગુણી એટલે ૨૦ વર્ગણાઓ થાય, તેવા એકોત્તરવૃદ્ધિ વાળા કર્મ પુદ્ગલો તે બંધાતા કર્મમાં હોય છે. પરંતુ ત્યારબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org