________________
પાંચમો કર્મગ્રંથ
બંધના અધ્યવસાયમાં અસંખ્ય-અસંખ્ય રસબંધના અધ્યવસાયો હોય છે. જ્ઞાનાવરણીય કર્મમાં અંતર્મુહૂર્તથી ૩૦ કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિ બંધાય છે. તેથી અંતર્મુહૂર્તથી ૩૦ કોડાકોડી સાગરોપમના જેટલા સમયો થાય તેટલાં સ્થિતિસ્થાનો કહેવાય છે. તેમાંના એક એક સ્થિતિસ્થાને સ્થિતિસ્થાને અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થિતિબંધના હેતુભૂત (કષાયજન્ય) અધ્યવસાયસ્થાનો હોય છે. અને સ્થિતિબંધના હેતુભૂત એકએક અધ્યવસાયસ્થાનોમાં (લેશ્યા સહષ્કૃત કષાયજન્ય) રસબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. સ્થિતિબંધ અને રસબંધ એમ બન્નેમાં મૂલ તો કષાય જ કારણ છે. લેશ્યા કારણ નથી. પરંતુ રસબંધમાં લેશ્યા કષાયથી મિશ્ર થયેલી હોય તો લેશ્યા પણ કારણ કહેવાય છે. અન્યથા જો એમ ન સમજીએ અને લેશ્યાને રસબંધનું કારણ માનીએ તો ૧ થી ૧૦ ગુણસ્થાનકોમાં જેમ શુક્લલેશ્યા હોય છે તેમ ૧૧ થી ૧૩માં પણ શુક્લલેશ્યા છે. તેથી ત્યાં પણ રસબંધ થવો જોઈએ. પરંતુ ત્યાં રસબંધ થતો નથી. માટે એકલી લેશ્યા રસબંધનું કારણ નથી. લેશ્યા સકૃત કાષાયિકપરિણામ જ રસબંધનું કારણ છે.
૨૬૪
તીવ્ર-મંદતાને અનુસારે રસબંધના અસંખ્ય ભેદો થઇ શકે છે. મંદતમ-મંદત૨-મંદ-તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ એમ ઘણા પ્રકારો પડે છે. પરંતુ તે સર્વે ભેદોને સમજાવવા શાસ્ત્રકારોએ ૪ ભાગ પાડ્યા છે. (૧) એકસ્થાનિક (૨) દ્વિસ્થાનિક (૩) ત્રિસ્થાનિક અને (૪) ચતુઃસ્થાનિક. આ ચાર પ્રકારોને જ એકઠાણીયો, બેઠાણીયો, ત્રણઠાણીઓ અને ચારઠાણીયો રસ કહેવાય છે. તેને સમજાવવા શુભ પ્રકૃતિઓ માટે શેરડીના રસનું અને અશુભપ્રકૃતિઓ માટે લીંબડાના રસનું દૃષ્ટાંત શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. શેરડીનો કે લીંબડાનો જે સ્વાભાવિક રસ છે. તેના જેવી મીઠાશ અને કડવાશ જેમાં હોય તે એકસ્થાનિકરસ. તેના રસને ઉકાળી ઉકાળીને અડધો બાળી નાખી અડધો રાખીએ અર્થાત્ બુદ્ધિથી બે ભાગ કલ્પીને એક ભાગ બાળી નાખી એક ભાગ રાખીએ તે દ્વિસ્થાનિક રસ.
Jain Education International
ગાથા : ૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org