________________
૨૬ ૨.
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૩
૧૦૨૦ રસાણુવાળા ૧૦૨૧ રસાણુવાળા ૧૦૨૨ રસાણુવાળા કર્મ પુગલો તે બંધાતા કર્મમાં એક પણ હોતા નથી.
એક સ્પર્ધકથી બીજા સ્પર્ધકની વચ્ચે સર્વજીવો કરતાં અનંતગુણનું અંતર હોય છે. તેથી જ પહેલું, બીજું, ત્રીજું એમ સ્પર્ધકો જુદાં-જુદાં થાય છે. આવા પ્રકારનાં અભવ્યથી અનંતગુણ સ્પર્ધકો એક સમયમાં બંધાતા કર્મમાં હોય છે. તેને જ એક રસસ્થાનક અથવા અનુભાગબંધસ્થાનક કહેવાય છે. એક સમયમાં એક જીવ વડે બંધાતા કર્મમાં એક જ રસસ્થાનક (અનુભાગબંધસ્થાનક) હોય છે. (એટલે કે અભવ્યથી અનંતગુણા સ્પર્ધકો તેમાં હોય છે) આવા પ્રકારનાં રસસ્થાનકો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કુલ હોય છે.
એક જીવ વડે એક જ સમયમાં બંધાતા કર્મમાં અભવ્યથી અનંતગુણ વર્ગણાઓ અને તેટલાં જ સ્પર્ધકો જેટલો હીનાધિકપણે રસનો બંધ કર્મપરમાણુઓમાં જે થાય છે તેમાં કર્મ બાંધનારા જીવોનો તેવા પ્રકારનો જે ચિત્ર-વિચિત્ર અધ્યવસાય છે તે કારણ સમજવું તથા કર્મપરમાણુઓમાં તેવા રસાંશયુક્તપણે પરિણમવાનો તેનો પોતાનો સ્વભાવ પણ કારણ સમજવું. જેમ અગ્નિમાં બાળવાનો અને કાષ્ઠમાં બળવાનો સ્વતઃ સ્વભાવ છે તો જ દાહાત્મક કાર્ય થાય છે. તેમ અહીં જીવમાં ચિત્ર-વિચિત્ર બંધકસ્વભાવ અને કર્મપરમાણુઓમાં ચિત્ર-વિચિત્ર ભાવે બધ્યમાનપણે પરિણામ પામવાનો સ્વભાવ હોવાથી આવા પ્રકારનો રસબંધ થાય છે.
અભવ્યથી અનંતગુણા સ્પર્ધકોમાં થનારી પ્રત્યેક વર્ગણાઓમાં અનંતા અનંતા કર્મ પરમાણુઓ હોવા છતાં પણ પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણામાં સૌથી વધારે પરમાણુઓ હોય છે. તેનાથી પહેલા સ્પર્ધકની બીજી-ત્રીજી-ચોથી આદિ વર્ગણાઓમાં ક્રમશઃ હીન-હીન કર્મપરમાણુઓ હોય છે. એમ સર્વ સ્પર્ધકોમાં જાણવું તથા પ્રથમ સ્પર્ધકની અન્તિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org