________________
ગાથા : ૫૯
પાંચમો કર્મગ્રંથ
૨૪૫
અને ક્યારેક બંધાતી નથી. તેથી તેનો સતતબંધ વધુમાં વધુ કેટલો અને ઓછામાં ઓછો કેટલો ? તે હવે કહેવાય છે.
દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગ એમ ૪ પ્રકૃતિઓને નિરંતરબંધ (સતતબંધ) ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમપ્રમાણ હોય છે. યુગલિક મનુષ્ય-તિર્યંચો નિયમા દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. ત્યાં આ ચાર પ્રકૃતિઓ નિયમી બંધાય જ છે. પ્રતિપક્ષી ગતિ અને શરીર બંધાતા નથી. અને યુગલિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ છે. તેથી આ ચારનો ઉત્કૃષ્ટથી નિરન્તરબંધ ત્રણ પલ્યોપમ ઘટી શકે છે. અને જઘન્યથી નિરંતરબંધ ૧ સમય છે. કારણ કે આ પ્રવૃતિઓ ઈતર એવી સજાતીય પ્રકૃતિઓની સાથે પરાવર્તમાનપણે બંધાતી હોવાથી ૧ સમય કાળમાન સંભવી શકે છે. તે પ૮
समयादसंखकालं तिरिदुगनीएसु आउ अंतमुहू। उरलि असंखपरट्टा, सायठिई पुव्वकोडूणा ॥ ५९॥ (समयादसंख्यकालः तिर्यग्द्विकनीचैर्गोत्रेष्वायुष्ष्वन्तर्मुहूर्तः औदारिकेऽसंख्यपरावर्तास्सातस्थितिः पूर्वकोट्यूना ॥ ५९ ॥
સમયેસિંઘા = એક સમયથી અસંખ્યાતો કાલ, તિરિયુ નીપણું = તિર્યંચદ્ધિક અને નીચગોત્રમાં, સ૩ અંતમુહૂ = ચારે આયુષ્યની સ્થિતિ અંતર્મુહૂર્ત, ૩રતિ સંવપટ્ટા = ઔદારિક શરીરનો સતતબંધ અસંખ્યપરાવર્ત સાઠ્ઠિ = સાતાનો સતતબંધ પુત્રોQUI = પૂર્વકોટિમાં કંઈક ન્યૂન | ૫૯ /
ગાથાર્થ= તિર્યંચદ્ધિક અને નીચગોત્રનો સતતબંધ ૧ સમયથી અસંખ્યાતો કાલ, ચારે આયુષ્યનો નિરંતરબંધ અંતર્મુહૂર્ત, ઔદારિક શરીરનો નિરંતરબંધકાળ અસંખ્યાત પગલપરાવર્તન. અને સાતા વેદનીયનો સતતબંધ પૂર્વકોડ વર્ષમાં કંઈક ન્યૂન જાણવો. | પહો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org