________________
ગાથા : પ૯
પાંચમો કર્મગ્રંથ
૨૪૭
છે. અર્થાત્ એકવાર પણ બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી તિર્યંચ-મનુષ્યાદિ કોઈ પણ ભવ પામીને વ્યવહાર દશાને પામ્યા બાદ જે જીવો પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરકાયોમાં સૂક્ષ્મ-બાદરપણે પર્યાપ્તઅપર્યાપ્ત પણે જન્મમરણ કરે છે. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય કે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના ભવને પામતા નથી. તેવા જીવો વૈક્રિય શરીર ન બાંધતા હોવાથી પ્રતિપક્ષીના અભાવે ઔદારિક શરીર જ બાંધે છે. એકેન્દ્રિય જીવોની (પાંચે સ્થાવરોની સાથે મળીને) અસંખ્યાત પુદ્ગલપરાવર્તન (આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયો થાય તેટલા પુદ્ગલપરાવર્તન) પ્રમાણ સ્વકાસ્થિતિ કહી છે. માટે તેટલો કાળ ઔદારિકશરીરનો જ સતતબંધ ઘટે છે. અને આ પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી જઘન્યથી ૧ સમય પ્રમાણ સતતબંધનો કાળ હોય છે.
ઔદારિક શરીરની જેમ ઔદારિક અંગોપાંગનો કાળ પણ આટલો જ હોઈ શકે છે. કારણ કે શરીર અને અંગોપાંગની તો જોડી છે. તે બન્ને સાથે જ બંધાય છે. તો દ્વિકનો નિરંતરબંધકાળ આટલો છે. એમ કેમ કહેતા નથી.
ઉત્તર- એકેન્દ્રિયમાં રહેલા જીવો પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એમ ૧૦ દંડકોમાં જ ઉત્પન્ન થાય છે તેથી પરિણામની ધારાને અનુસાર વારાફરતી દશે દંડકપ્રાયોગ્ય પ્રવૃતિઓ બાંધે છે. તેમાં દશમાંના કોઈ પણ દંડકપ્રાયોગ્ય બંધ ચાલતો હોય ત્યારે ઔદારિક શરીર અવશ્ય બંધાય જ છે. કારણ કે દશે દંડકોમાં ઔદારિક શરીરની પ્રાપ્તિ અનિવાર્ય છે. પરંતુ ઔદારિક અંગોપાંગનામકર્મનો બંધ માત્ર વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યપ્રાયોગ્ય બંધ થાય ત્યારે જ થાય છે. પાંચ સ્થાવર પ્રાયોગ્ય બંધકાળે અંગોપાંગ નામકર્મ બંધાતું નથી. કારણ કે સ્થાવરોમાં અંગોપાંગનો ઉદય થવાનો સંભવ નથી. તેથી પાંચ દંડક પ્રાયોગ્યબંધની સાથે ઔદારિક અંગોપાંગ બંધાય છે. અને પાંચ દંડક પ્રાયોગ્ય બંધની સાથે બંધાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org