________________
પાંચમો કર્મગ્રંથ
અશુભવિહાયોગતિ આટલો કાળ બંધાતી નથી. તેથી શુભવિહાયોગતિ બંધાય છે. નપુંસકવેદ અને સ્રીવેદ નથી બંધાતો, એટલે પુરુષવેદ બંધાય છે. દૌર્ભાગ્યત્રિક નથી બંધાતું એટલે સૌભાગ્યત્રિક બંધાય છે. નીચગોત્ર નથી બંધાતું, એટલે ઉચ્ચગોત્ર બંધાય છે. પ્રથમ વિનાનાં પાંચ સંસ્થાન નથી બંધાતાં તેથી સમચતુરસસંસ્થાન બંધાય છે. એમ સમજી લેવું.
ગાથા : ૬૧-૬૨
પ્રશ્ન- જો પાંચ સંસ્થાનનો અબંધ હોવાથી સમચતુરસ્રનો સતત બંધ ૧૩૨ સાગરોપમ કહો છો. તો તેવી જ રીતે પાંચ સંઘયણનો પણ ૧૩૨ સાગરોપમ અબંધકાળ છે. તેથી પ્રથમ સંઘયણનો પણ સતતબંધ તેટલો કહેવો જોઈએ તે કેમ ન કહ્યો ?
૨૫૧
ઉત્તર- ૧૩૨ સાગરોપમ કાળ સમ્યક્ત્વ સહિત હોવાથી સર્વે ભવો દેવ-મનુષ્યના જ કરે છે તે ભવોમાં જ્યારે જ્યારે દેવપ્રાયોગ્ય બંધ કરે ત્યારે પણ સમચતુસ્ર બંધાય જ છે અને દેવમાં જઈને મનુષ્યપ્રાયોગ્ય બંધ કરે ત્યારે પણ સમચતુરસ બંધાય જ છે માટે સમચતુરસનો આટલો સતતબંધ ઘટી શકે છે. પરંતુ જ્યારે જ્યારે દેવમાં જઈને મનુષ્યપ્રાયોગ્ય બંધ કરે, ત્યારે જ સંધયણ બંધાય છે અને મનુષ્યમાં આવી દેવપ્રાયોગ્ય બંધ કરે ત્યારે વચમાં વચમાં સંઘયણ બંધાતું જ નથી. તેથી સંઘયણના બંધનો વચ્ચે વચ્ચે વિરહ પડવાથી તેટલો સતતબંધ ઘટતો નથી. દેવો, નારકી અને એકેન્દ્રિય જીવો સંઘયણ રહિત હોવાથી તત્કાયોગ્ય બંધકાળે સંઘયણ બંધાતું નથી. IIFoll
असुहगइजाइ आगिइ संघयणाहारनरयजोयदुगं । थिरसुभजसथावरदसनपुइत्थीदुजुयलमसायं ॥ ६१॥
समयादंतमुहुत्तं मणुदुगजिणवइरउरलुवंगेसु । तित्तीसयरा परमो अंतमुहू लहु वि आउजिणे ॥ ६२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org