________________
૨૫૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૬૩
તિવ્યો તીવ્ર, સુદસુદાઇ=અશુભ અને શુભ કર્મપ્રકૃતિઓનો, સંસવિલોદિ=સંક્લેશ દ્વારા અને વિશુદ્ધિ દ્વારા થાય છે. વિજ્ઞવ=તેના કરતાં વિપરીત પણે, મંસી=જઘન્ય રસ બંધાય છે.
રિમદીરયેત્તરેહા=પર્વત, પૃથ્વી, રેતી અને જલની રેખા, રિસલીસાત્રિ સમાન કષાયો વડે / ૬૩ //
ગાથાર્થ - અશુભ અને શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ અનુક્રમે સંક્લેશ અને વિશુદ્ધિ વડે બંધાય છે. તથા જઘન્યરસ તેના કરતાં વિપર્યયપણે બંધાય છે તથા પર્વત, પૃથ્વી, રેતી અને જલની રેખા સમાન કષાયો વડે (આ ગાથાના અર્થનો સંબંધ આગળ આવનારી ગાથા સાથે છે. ) / ૬૩ |
વિવેચન - પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારના બંધમાંથી પ્રકૃતિબંધ અને સ્થિતિબંધ સમજાવીને હવે અનુભાગબંધ સમજાવે છે.
પ્રતિસમયે બંધાતા કર્મપરમાણુઓમાં આત્મા સાથે વિવક્ષિત કર્મ કેટલો સમય રહેશે એવા પ્રકારની સ્થિતિનું (કાલનું) નિયમન જેમ આત્મા કરે છે. તેમ આ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેવું કેવું ફળ આપશે? અને તે ફળ કેટલા પાવરથી આપશે ? તેનું પણ નિયમને આત્મા કરે છે. તેવા પ્રકારના ફળ આપવા માટેનો જે પાવર, જે શક્તિ, કર્માણુઓમાં આત્મા નક્કી કરે છે. તે સામર્થ્યને અનુભાગબંધ કહેવાય છે.
પ્રકૃતિબંધથી આ કર્મ શું ફળ આપશે ? તે નક્કી થાય છે. અને અનુભાગબંધથી તે ફળ કેટલા પાવરથી (કેટલી તીવ્ર-મંદતાથી) ફળ આપશે તે નક્કી થાય છે. આ શક્તિ એટલે સામર્થ્ય તે જ અનુભાગ છે. અને તેનું નક્કી થવું તે અનુભાગબંધ છે. અનુભાગબંધને જ રસબંધ કહેવાય છે. બાંધેલા રસ (અનુભાગ) પ્રમાણે જયારે તે કર્મ ઉદયમાં આવે છે અને ફળવિપાક દેખાડે છે ત્યારે તેને વિપાકોદય, અનુભાગોદય અથવા રસોદય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org