________________
પાંચમો કર્મગ્રંથ
જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોની અંતર્મુહૂર્ત, આઠ મુહૂર્ત અને બાર મુહૂર્ત આદિ સ્વરૂપ જે જધન્યમાં જઘન્ય સ્થિતિ બંધાય છે, તે પ્રથમ સ્થિતિસ્થાન. સમયાધિક જઘન્યસ્થિતિબંધ થાય તે બીજું સ્થિતિસ્થાન. બે સમયાધિક જઘન્યસ્થિતિબંધ થાય તે ત્રીજું સ્થિતિસ્થાન. એમ એક એક સમય અધિક અધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ આવે ત્યાં સુધી જુદાં જુદાં સ્થિતિસ્થાનો થાય છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનાં અન્તર્મુહૂર્તથી ત્રીસ કોડાકોડી સાગરોપમ સુધીના જેટલા સમયો થાય તેટલાં સ્થિતિસ્થાનો થાય છે. વેદનીય કર્મનાં બાર મુહૂર્તથી ત્રીસ કોડાકોડી સાગરોપમ સુધીના સમય પ્રમાણ, નામ-ગોત્રનાં આઠ મુહૂર્તથી વીસ કોડાકોડી સાગરોપમ સુધીના સમય પ્રમાણ, મોહનીયકર્મના અંતર્મુહૂર્તથી સીત્તેર કોડાકોડી સાગરોપમ સુધીના સમય પ્રમાણ અને આયુષ્યકર્મનાં અબાધાકાળ રહિતપણે વિચારીએ તો અંતર્મુહૂર્ત (એક ક્ષુલ્લકભવ)થી તેત્રીસ સાગરોપમ સુધીના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો થાય છે. જાદા જાદા કાળ પ્રમાણવાળી આટલી જાતની સ્થિતિ ભિન્ન-ભિન્ન જીવો વડે બાંધી શકાય છે. તેમાંના એક એક સ્થિતિસ્થાન બાંધનારા ત્રણે કાળના જુદા જુદા જીવોમાં જે જે કંઈક કંઈક તરતમતાવાળાં ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનો હોય છે તે ગણતાં કુલ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો થાય છે. કોઈ પણ એક સ્થિતિસ્થાન અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો વડે બંધાય છે.
ગાથા : ૫૫
પ્રશ્ન ત્રણે કાળના જીવો વડે જાદા જાદા અધ્યવસાયોથી એક સરખી સમાન સ્થિતિ ઉપર કહ્યા પ્રમાણે બાંધી શકાય છે, તો જીવો અનંત હોવાથી પ્રત્યેક સ્થિતિસ્થાનોમાં અનંત અનંત અધ્યવસાયસ્થાનો હોવાં જોઈએ, તેના બદલે અસંખ્યાતાં (અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ) જ કેમ કહો છો?
૨૩૧
ઉત્તર - સમાન સ્થિતિ બાંધનારા જીવો અનંત હોવા છતાં પણ અધ્યવસાય સ્થાનો અનંત નથી. તેનું કારણ એ છે કે ઘણા ઘણા જીવો સમાન અધ્યવસાયસ્થાનમાં વર્તનારા પણ હોય છે. જેમ દસ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org