________________
ગાથા : પ૬
પાંચમો કર્મગ્રંથ
૨૩૫
ગુણપ્રત્યયિક કે ભવપ્રત્યયિકતાના કારણે જે પ્રકૃતિઓ સતતપણે ન જ બંધાય અને તેના બંધનો વિરહ જ પડે તો વધુમાં વધુ કેટલો કાળ પંચેન્દ્રિયના ભવમાં બંધનો વિરહ હોય તે જણાવે છે.
તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ્ય અને ઉદ્યોતનામકર્મ આ સાત પ્રકૃતિઓ (કે જે તિર્યંચના ભવ પ્રાયોગ્ય અને નરકના ભવ પ્રાયોગ્ય છે તે)નો અબંધકાળ કેટલાક મનુષ્યના ભવોથી યુક્ત ચાર પલ્યોપમ સહિત ૧૬૩ સાગરોપમ છે. તે આ પ્રમાણે
કોઈક જીવ દેવકુરુ અથવા ઉત્તરકુર આદિ ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો યુગલિક મનુષ્ય થયો. ત્યાં યુગલિક હોવાથી આખા ભવમાં દેવપ્રાયોગ્ય જ બંધ થતો હોવાથી આ સાત પ્રકૃતિઓનો અબંધ જાણવો. ભવપ્રત્યયિક આ પ્રકૃતિઓ બંધાતી નથી. મૃત્યુ પામતાં પહેલાં સમ્યકત્વ પામી જાય. અને સમ્યકત્વ પામ્યા પછી મૃત્યુ પામીને સમ્યકત્વ સહિત જ એક પલ્યોપમના આયુષ્યવાળા દેવમાં ઉત્પન્ન થાય. કારણ કે યુગલિકો પોતાના આયુષ્યની સમાન આયુષ્યવાળા અથવા હીન આયુષ્યવાળા દેવમાં જ ઉત્પન્ન થાય છે.
દેવભવમાં આ જીવ સમ્યકત્વસહિત આવેલો હોવાથી ચોથા ગુણસ્થાનકના કારણે ઉપરોક્ત સાત પ્રકૃતિઓ બંધાતી નથી. ત્યાંથી સમ્યક્ત્વસહિત જ મૃત્યુ પામી મનુષ્યભવમાં આવે પરંતુ સમ્યકત્વ હોવાથી આ પ્રકૃતિઓ બંધાય નહીં. મનુષ્યભવમાં દીક્ષા સ્વીકારી ઉત્તમ સંયમ પાળી મૃત્યુ પામી નવમા ગ્રેવેયકમાં ૩૧ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. ત્યાં જન્મ પામ્યા પછી અંતર્મુહૂર્ત બાદ સમ્યકત્વ વમીને મિથ્યાત્વે જાય. પરંતુ રૈવેયકનો ભવ હોવાથી ભવપ્રત્યયિકતાના કારણે આ ૭ પ્રકૃતિઓ ન બંધાય. અહીં મિથ્યાત્વે ગમન કહેવાનું કારણ એ છે કે આ ભવ પછી ૬૬ સાગરોપમકાળ સમ્યકત્વમાં આ જીવ રહે એમ આગળ કહેવાનું છે. તે જીવ જો અહીં રૈવેયકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org