________________
૨૩૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૬
પ્રશ્ન = બે વાર વિજયાદિના ભવ પછી મનુષ્યભવમાં અંતર્મુહૂર્ત મિત્રે જાય એમ કહ્યું. ત્યાં મિશ્ર મોકલવાની શી જરૂર ?
ઉત્તર = જો વચ્ચે અંતર્મુહૂર્ત મિશ્રે જાય તો જ અય્યતાદિના ત્રણ ભવ વડે સમ્યકત્વમાં ૬૬ સાગરોપમકાળ બીજી વાર રહી શકે. અન્યથા વિજયાદિમાં જવા વડે એક વાર ૬૬ સાગરોપમ કાળ થઈ ગયેલ હોવાથી સમ્યકત્વમાં વધારે રહેવાય નહીં અને મિથ્યાત્વે જવું જ પડે અને ત્યાં જાય તો આ ૭ પ્રકૃતિઓ બંધાઈ જાય. તેથી બીજીવાર ૬૬ સાગરોપમનો કાળ લેવા માટે અંતર્મુહૂર્ત મિશ્રે જવાનું કહ્યું છે.
સમ્યકત્વથી અંતર્મુહૂર્ત મિશ્ન જવાનું આ વિધાન કર્મગ્રંથના મતે જ જાણવું. સિદ્ધાન્તકારના મતે નહીં. તેઓનું કહેવું એવું છે કે સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે જવાય પરંતુ મિશ્ન ન જવાય. સ્વોપજ્ઞટીકામાં પણ આ પ્રમાણે કહ્યું છે. રૂદ સર્વસ્વ પ્રવુતી નિશ્રામાં યદુવ્યતે तत्कार्मग्रन्थिकाभिप्रायेण सम्मतमेवेति, सैद्धान्तिकानां तु न सम्मतमिति। उक्तं च
છે. છતાં પાંચમા કર્મગ્રંથ ઉપર લખાયેલાં કેટલાંક ગુજરાતી વિવેચનોમાં પ્રથમ ત્રણ વાર અચ્યતે જવાનું અને પછી બે વાર વિજ્યાદિમાં જવાનું લખેલું જોવા મળે છે. પરંતુ સ્વોપજ્ઞટીકાનો પાઠ વધારે પ્રમાણ ગણાય. તથા સ્વપજ્ઞ ટીકામાં અન્ય ગ્રંથની સાક્ષીભૂત ગાથાઓ પણ ગ્રંથકારશ્રીએ પોતે જ આ પ્રમાણે આપેલી છે.
पलियाई तिन्नि भोगावणिंमि भवपच्चयं पलियमेगं । सोहम्मे सम्मत्तेण नरभवे सव्वविरईए ॥१॥ मिच्छी भवपच्चयओ, गेविजे सागराइ इगतीसं ।। अंतमुहुत्तूणाई सम्मत्तं तम्मि लहिऊणं ॥२॥ विरयनरभवंतरिओ अणुत्तरसुरो उ अयरछावट्ठी । मिस्सं मुहुत्तमेगं, फासिय मणुओ पुणो विरओ ॥३॥ छावट्ठी अयराणं, अच्चुयए विरयनरभवंतरिओ ।। तिरिनरयतिगुज्जोयाण एस कालो अबंधम्मि ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org