________________
૨૩૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : પ૬
સમ્યકત્વમાં રહે તો આગળ કહેવાતો સમ્યકત્વમાં રહેવાનો ૬૬ સાગરોપમનો કાળ કહી શકાય નહીં. કારણ કે સમ્યકત્વમાં વધુમાં વધુ સાધિક ૬૬ સાગરોપમ કાળ જ રહેવાય છે. તેમાં ૩૧ સાગરોપમ તો આ નવમા સૈવેયકના જ થઈ જાય છે. તેથી આગળ કહેવાતું વિધાન સંગત થાય નહીં. તથા આ નવમી રૈવેયકમાં મિથ્યાત્વે જાય તો પણ ભવપ્રત્યયિતાના કારણે આ પ્રકૃતિઓનો અબંધ જ રહેવાનો છે. તેથી મિથ્યાત્વગમન કહ્યું છે. નવમા રૈવેયકથી મૃત્યુ પામતાં પહેલાં સમ્યકત્વ પામી જાય. ત્યારબાદ મૃત્યુ પામીને મનુષ્યભવમાં જન્મે. પરંતુ સમ્યકત્વ હોવાથી ગુણપ્રયિકતાના કારણે આ ૭ પ્રકૃતિઓ બંધાય નહીં. મનુષ્યભવમાં ઉત્તમ સંયમ પાળીને બે વાર વિજયાદિ ચાર અનુત્તરમાં જઈ ૬૬ સાગરોપમકાળ સમ્યત્વમાં વર્તે. અહીં સમ્યકત્વ હોવાથી અને વિજયાદિનો ઉચ્ચકોટિનો ભવ હોવાથી ગુણપ્રત્યયિક અને ભવપ્રત્યયિક એમ બન્ને રીતે આ ૭નો અબંધ છે. વિજયાદિના બે ભવોની વચ્ચે જ્યારે મનુષ્યભવમાં આવે ત્યારે સમ્યકત્વ ચાલુ હોવાથી ગુણનિમિત્તે અબંધ છે. વિજયાદિના બે ભવ થયા પછી મનુષ્યભવમાં આવી અંતર્મુહૂર્તમાત્ર મિશ્રગુણઠાણે જાય. ત્યાં પણ મિશ્ર ગુણસ્થાન હોવાથી આ ૭નો બંધ થતો નથી. મિશ્ર અંતર્મુહૂર્તથી વધારે રહેવાતું નથી, તેથી અંતર્મુહૂર્ત બાદ તુરત જ સમ્યકત્વ પામીને મૃત્યુ પામ્યા બાદ ૨૨/૨૨ સાગરોપમ પ્રમાણ ત્રણ વાર અય્યત દેવલોકના ભવ કરે, ત્યાં પણ સમ્યકત્વ હોવાથી આ ૭ પ્રકૃતિઓ બંધાતી નથી.
- ત્યારબાદ મનુષ્યમાં આવી આ જીવ કાં તો ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે જાય છે. અથવા મિથ્યાત્વે જઈને આ ૭નો બંધ ચાલુ કરે છે. હવે આ જીવ ૭નો બંધ કર્યા વિના રહેતો નથી. આ પ્રમાણે ૪ પલ્યોપમ, ૩૧ સાગરોપમ, ૬૬ + ૬૬ સાગરોપમ, તથા વચ્ચે વચ્ચે થતા મનુષ્યના ભવો જેટલો કાળ અબંધકાળ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org