________________
ગાથા : પ૬
પાંચમો કર્મગ્રંથ
૨૩૯
मिच्छत्ता संकंती, अविरुद्धा होइ सम्ममीसेसु। મીસામો વા વોનું સમા મિર્જી, ૩૧ મીતિકા બુકિ.ભા.ગાથા-૧૧૪
મિથ્યાત્વથી સમ્યક્તમાં અને મિશ્રમાં એમ બન્નેમાં ગમન અવિરુદ્ધ છે, મિશ્રથી પણ મિથ્યાત્વમાં અને સમ્યત્વમાં એમ બન્નેમાં ગમન અવિરુદ્ધ છે. પરંતુ સમ્યક્તથી તો મિથ્યાત્વે જ જવાય છે. પરંતુ મિશ્ન જવાતું નથી.
આ પ્રમાણે ૭ પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો હવે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એમ સ્થાવરચતુષ્ક, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિયત્રિક અને આતપ એમ કુલ ૯ પ્રકૃતિઓનો નરભવયુક્ત ચાર પલ્યોપમસહિત ૧૮૫ સાગરોપમપ્રમાણ અબંધકાળ જાણવો. તે આ પ્રમાણે
કોઈ જીવ છઠ્ઠી તમ:પ્રભા નારકીમાં ૨૨ સાગરોપમનો ભવ કરે. ત્યાં નારીજીવો એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થતા ન હોવાથી ભવનિમિત્તે જ આ પ્રકૃતિઓ ન બાંધે. મૃત્યુ પામતાં પહેલાં સમ્યકત્વ પામીને ત્યાંથી મરીને મનુષ્યભવમાં આવી ૪ પલ્યોપમની સ્થિતિવાળો દેવ થાય, ત્યાંથી આવી મનુષ્યભવમાં આવે. આ ત્રણે ભવમાં સમ્યકત્વી જીવ હોવાથી ગુણ પ્રત્યયિક અબંધ હોય. ત્યારબાદ ૩૧ સાગરોપમનો નવમી રૈવેયકનો ભવ કરે ત્યાં જમ્યા પછી મિથ્યાત્વે જાય. આખો ભવ મિથ્યાત્વમાં પસાર કરે, પરંતુ અહીં ભવપ્રત્યયિક અબંધ હોય અન્ને સમ્યકત્વ પામે. બાકીનો કાળ પૂર્વે સાત પ્રકૃતિમાં કહ્યો તેમ બે વાર વિજયાદિ દ્વારા અને ત્રણ વાર અય્યતાદિ દ્વારા પૂર્ણ કરે આ પ્રમાણે ૨૨+૩૧+૬૬+૬૬ મળીને કુલ ૧૮૫ સાગરોપમ સહિત, ચાર પલ્યોપમ દેવના ભવના, અને યથાયોગ્ય મનુષ્યના ભવો અબંધકાળ જાણવો. સર્વે યુક્તિઓ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી. તે પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org